Archive for March, 2007

મૌનનો ગુંજારવ

લાંબા   સથવારાનો   શાંત   એ   સંવાદ
નાશબ્દો ના નાદ તોય સૂણું એનો સાદ

મંજુલ  એ  પ્રેમરાગ   કેટલીયે    રાત
રસિલી લય રચના અનેક વિધ   વાત

કોઇ  દિન લાગે  અતિબોલ ને  વિવાદ
અબોલાની આડ હાર જીતની ફરિયાદ

તારા મારા ગુંજનમાં  ભળે નવા સૂર
કલરવ ને કલબલમાં અટવાતા  સુર

સંધ્યાની છાંયડી  ને  મીઠો  મનરવ
તારો ને મારો   આ મૌનનો ગુંજારવ

3 comments March 23, 2007

કૂંપળ

 

      

 કૂંપળ

કરમાતી વાસંતી વેલ
હાય! મારી ધીરજ ખૂટી
જીવન ને મૃત્યુના ઝોલામાં
 હાશ! આજ કૂંપળ ફૂટી

ઓચિંતા એક દિન દીઠી
ને મરડીને યાદ મીઠી ઉઠી
વાવેલી બાપુએ જતનથી
ને વીરાએ નીરથી સીંચેલી

કોમળ આનંદથી ઝૂલાવી
ફૂલો હૂં વીણતી ગુલાબી
અદકા આહ્ લાદથી ગુંથેલી
તરસુ પળ પામવા વિતેલી

કાળજી  કરીને  એને કાપી 
   ભાવેણી  ભગિનીએ  આપી  
  વાવી, વિલસી, પણ શીશીરે સતાવી
મુંજાતી શરમાતી જાય એ સૂકાતી

   પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી
હાશ!  નવી  કૂંપળ  ફૂટી

 

 

4 comments March 22, 2007


Top Posts

Top Clicks

Recent Comments

Rohit V.Bhatt & … on સંબંધો
પંચમ શુક્લ on A Mother Says
BHAGIRATH LASHKARI on પરિચય Intro.
Dr. Mehta, Munibhaai on સંબંધો
Mrs. Bakul Vyaas on સંબંધો

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked