કર્મનો મર્મ
April 3, 2007
કર્મનો મર્મ સરયૂ પરીખ
કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી
રોજ રોજની રટમાં જો હું, શુધ્ધભાવ ભરી રાચું
કામકાજ ને ફરજ કરજમાં, કરી શકુ હું સાચું
સત્-સંસારમાં જીવી રહીને, સંતની પદવી પામું
સુખચેનમાં રહ્યા છતાંયે, જનકરાજ કહેવાવું
યમનિયમના દસ સાધનો, માત પિતાથી શીખી
સમભાવ સમતોલન ભક્તિ, ગુરુકૃપાથી પામી
શ્યામની ગીતા દીપક મારો, ઘનઅંધાર હટાવે
રામ ને સીતા હાથ ઝાલીને, સરયૂ પાર ઉતારે
कर्म का मर्म
कर्म का मर्म, मर्म से धर्म, धर्मसे नीति में समजी
कर्म अकर्म विकर्मके संगमे सुकर्मकी रीति में समजी
रोज रोजकी रटमें यदी में शुध्ध भावभर राचुं
कामकाज और फर्ज-कर्जमे कर सकुं में साचुं
सत संसारमें जीते जीते संतकी पदवी पामुं
सुखचैनमे रहते हुए भी जनकराज कहेलावुं
यम नियमके दस साधन में मातपितासे सीखुं
समभाव समतोलन भक्ति गुरु कृपासे पावुं
श्यामकी गीता दीपक मेरा घन अंधार हटाये
राम और सीता हाथ थाम कर सरयू पार कराये
सरयू परीख्
ये कविता “गीता प्रवचनो–विनोबा भावे” पढ्नेके बाद–
Entry Filed under: કાવ્યો. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed