Archive for May, 2007

રિધ્ધિ-સિધ્ધિ

 

IMG_7824painting by Dilip Parikh
   

રિધ્ધિ-સિધ્ધિ

મનના    માહોલમાં    આવે   જો   શુધ્ધિ
કામ  ક્રોધ  મોહ  પર આવે તો  સિધ્ધિ

બંધનને   મોક્ષનું     કારણ    છે    બુધ્ધિ
યોગના    હલેસા    યમોની    વિશુધ્ધિ

જન્મો જન્માંતરની     નિર્મિત   સૂનિધિ
 જડમૂળથી   જાયે  ના   દુર્ગુણ    દુર્બુધ્ધિ 

ઉત્તરોત્તર  મનવામાં     શાંતિની  વૃધ્ધિ
સદકર્મે      ધોવાયે     અંતર      અશુધ્ધિ

ગણના ગણપતિ સાથ રિધ્ધિ ને સિધ્ધિ
જનના    કલ્યાણ   અર્થ   સંપન્ન સમૃધ્ધિ

Add comment May 15, 2007

મૂંઝવણ

P331

સખી! કેમ કરી જાણું આ મોહનની મોરલી
       કે  ઠાલી કોઇ વાવરતી વાસળી!
સખી! કેમ કરી જાણું આ  સર્વોત્તમ  સાધુ  
        કે  મારા સમ  કોઇ  જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના ક્રુપાકુરુ
         કે  મનને  મનાવેલ   ઠગગુરુ!
સખી! કેમ કરી જાણું સ્વીકારુ આ  શમણું
         કે આગળ પંથે કોઇ શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાંચો
        કે ભટકુ હું મારગ લઈ ખોટો!

 આદિ કોઈ કાળમાં કૃષ્ણ અને બુધ્ધા
આ કાળે ક્યાં, જે  મીટાવે  મમ ક્ષુધ્ધા!
ભક્તિ ને શાંતિ  બે  સર્વ   પળે  શોધ્યા
કોણ હાથ ઝાલી લઈ જાશે અયોધ્યા
!
——–
ઠાલી=નકામી.વાવરતી=પ્રચાર કરતી

1 comment May 15, 2007

માફી

       માફી
    (સાંધામાં પણ સાંધો છે
    ને એમા મારે વાંધો છે)

માનવના ભેજાની, કંઇ અવળી સવળી ફાંટો
મારી સર સીધ્ધી વાતોની, વાળે જોને ગાંઠો

  અરે! અમે બોલીયા ,” ભલે પધાર્યા”
  તો એ સમજે , ” જાઓ પરબાર્યા”
 અરે! જો બોલું, ” હવે ક્યારે મળશો?”
  તો એ સમજે, ” હવે ક્યારે ટળશો?”

“તમે આ બોલેલા સંધ્યા ટાણે,
 તમે તે બોલેલા જમવા ટાણે”

  મારા ભોળા દિલને ના ભરમાવો,
   આંટીઘુંટીએ કાં ચકરાવો!
     માગું માફી કઈ બાબતમાં,
      ખામી રહી ગઈ ક્યાં સ્વાગતમાં?

 કાંઈ નહી, લ્યો માફી માગું
માફીની  પણ માફી  માગું
 ગર્વ કરો તમ જીત ગણાશે
  ને મારે હૈયે  ટાઢક વળશે

 

Add comment May 2, 2007


Top Posts

Top Clicks

Recent Comments

Devang Vibhakar on Must have—
અમિત પિસાવાડિયા on બોલ સખી
pravinash1 on દિવાળીનો મર્મ
pravinash1 on Realize
amit pisavadiya on દિવાળીનો મર્મ

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked