રિધ્ધિ-સિધ્ધિ
May 15, 2007
painting by Dilip Parikh
રિધ્ધિ-સિધ્ધિ
મનના માહોલમાં આવે જો શુધ્ધિ
કામ ક્રોધ મોહ પર આવે તો સિધ્ધિ
બંધનને મોક્ષનું કારણ છે બુધ્ધિ
યોગના હલેસા યમોની વિશુધ્ધિ
જન્મો જન્માંતરની નિર્મિત સૂનિધિ
જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુધ્ધિ
ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃધ્ધિ
સદકર્મે ધોવાયે અંતર અશુધ્ધિ
ગણના ગણપતિ સાથ રિધ્ધિ ને સિધ્ધિ
જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃધ્ધિ
Entry Filed under: કાવ્યો. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed