Archive for June, 2007

મુક્તકો

(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી

(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ
વર્ષો પછી,
ગયા ગોવિંદ ગોકુળ છોડી મથુરા માયાનગરી મઈ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈ

(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ
ઇશ્વર માંગે અમે ન દઈએ
સપનાના સોદગર તોયે
સર્વ સમેટી રહીયે
‘મારું મારું’ કરતા કરતા જીવન જીવી જઈએ

(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે,ના અટકે
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના   ચકડોળે  એ  અવળો   થઈ    અટકે
ને   રુદિયાની   ચાદરમાં    ચીટ્ટી  સો   ચટકે

(૫)                  
ચિત્તની ચંચળતા                  
   મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ

  (૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન
   સત્ય શિવમ પ્રણવનુ નૃત્યોમાં દર્શન

(૭)
હે સુજન! ના હારતોરા, એક ફૂલથી પણ ચાલશે
ના ગુણગાન દંભીના, ભીની નજર એક ચાલશે
ગુરુના આશ વચનો ના, આદેશ વચનો ચાલશે
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે

 (8)
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!

(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક એટલુ કહેતા
પણ પરવતનના પરલોકી કેમ ન કાંઇ સમજતા
થાકી હું તો, બહુ સમજાવી પરિચય દેતા દેતા

Add comment June 14, 2007

સંતાનને— LET GO—

994179-R1-13-13_014

સંતાનને

ભાવભર્યા    પ્રેમ   મધુ   ગીતે  ઉછેર્યાં
સંસારી   સુખચેન  સુવિધા  વર્ષાવ્યા
હેતાળે   પ્રેમાળે    કામળે    લપેટ્યા
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા

મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને
વળતરમાં   આનંદે    ભરીયા   આવાસને
હાસ્યે અમ દિલને   બહેલાવ્યા અશેષને
હૈયાની હુંફમાં હિલોળા,  ઓ બાળ મારા

પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આંસુના તોરણ  ને   ઉંના   નિશ્વાસ   પછી
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી

આપુ છુ  મુક્તિ આજ તારા  નવજીવનમાં
આપુ છુ  મુક્તિ મારી  આશાના   બંધનમાં
આપુ છુ આંસુ સાથ ખુશી મારા નયનોમાં
સાચા આ સ્નેહની કસોટી,ઓ બાળ મારા

તું જ્યારે ચાહે, છે ખુલ્લુ આ દ્વાર મારુ
આવે  તો   વારુ,  ના  આવે ઓવા
રૂં
                          ———                          

Let Go—

We raised you with love and tenderness.
We gave you  all  the worldly happiness
We surrounded you with all the kindness
You responded and returned all that gentleness

 But now I have to learn to let go
I finally emerge,
From the interlude of the emotional  blackmail 
And tears of my wounded heart’s wail

So my child,
 I set you free to your own universe
I set you free from my bondage of desires
I set you free with a happy tear in my eyes

Forever,
Open my heart and open my door
I’m happy you come, discern you don’t

 

1 comment June 7, 2007

કેમ પામું?

IMG_7813                   કેમ પામું?

ખાનગી આ ખાસિયત માનવીની જાત
  ના પામે   ઇચ્છેલુ,   સમજાવુ  વાત

” પ્રેમ નથી આપતા માન નથી આપતા”
માંગશે ને ઝૂરશે ને કરશે કકળાટ

પણ, આપવાનુ આવશે તો કરશે કચવાટ
જે વાંચ્છે   તે  આપે   તો   સુંદર   ભવવાટ

કરતા   ફરિયાદ    રુંધિ    અંતરનુ    વ્હાલ
અપૂર્ણની   આજ   ક્યમ   પૂર્ણ  બને   કાલ!

ભૂલી ન જાવ ભલા  દિલથી   જે   વાવેલું
આવી એ આજ મળે  જીવતરમાં  આપેલું
 painting by Dilip Parikh                                               —————

                                       

2 comments June 7, 2007

દીકરી

122

 

દીકરી

મા દીકરીના  મનના    એવા  પાકા  તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા  માને  આવી  પંહોચે
દીકરીને  દિલ   આંસુ   ઝરતા માને જઈ  ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી  જાય  અહીંતહીં ભટકી
તો    સાથે  સાથે   મા  તણાયે     કાંઠે   ઉભી  ઉભી

જ્યારે    દીકરી    હૈયુ    ઝુમે   આનંદ   હેલી   નાચે
તો માનુ યે મન  ઘેલું ઘેલું  વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે  કદાચ  જીવન   વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

 

1 comment June 2, 2007


Top Posts

Top Clicks

Recent Comments

Devang Vibhakar on Must have—
અમિત પિસાવાડિયા on બોલ સખી
pravinash1 on દિવાળીનો મર્મ
pravinash1 on Realize
amit pisavadiya on દિવાળીનો મર્મ

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked