Archive for July, 2007
અવહેલના——Helping Hand
Painting By: Dilip Parikh
અવહેલના
બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
દિલે આશા અરમાન ભરી લાવી
સ્નેહ તાંતણે ભરોસે હું ચાલી
મારી સેંથીએ સીંદૂર ભરી મ્હાલી–બહેન
એ મધ્યબિંદુ નાનાશા વિશ્વમાં
એનો આવાસ અંતર વિશ્વાસમાં
બન્યો હેતુ મારા શ્વાસોશ્વાસમાં
છુપું આજે આક્રંદ નિશ્વાસમાં—બહેન
તુટ્યો નાજુક એ દોર મજધારે
ઘણોં સાંધ્યો સંસાર પ્રેમતારે
ઝટકાથી તોડે મને છોડે નોધારે
એકલી અટુલી હું કોને આધારે?—બહેન
ભલે નયન રડે અણધારી આંચે
જલે આત્મદીપ શક્તિની સાથે
શતૅ શોધીશ હું ખોવયેલ મુજને
સખી, તારા આ સ્મિતને સહારે—બહેન
बेबसका सहारा
बहेन मै तो पराये अपने समज आई
दिलमे आशा अरमान भरी लाई
स्नेह तांतणे भरोसे थमे चलदी
मेरी सेंथीमे सिंदूर भरी म्हाली
वो मध्यबिंदु मेरे छोटेसे विश्वमे
उसका आवास अंतर विश्वासमे
बना हेतु वो मेरे श्वासौच्छ्वासमे
छुपा आज वो आक्रंद निश्वासमे
तुटा नाजुक वो दोर मजधारे
बहोत सांधा संसार प्रेमतारे
झटकेसे तोड मुजे छोडा नोधार
ऐकली अटुली मै किसके आधार्!
भले नयन रुए अणधारी आंचसे
जले आत्मदीप शकतिके साथमे
शर्त ढुंढुंगी खोइ हुइ आपको
सखी! तेरे ये स्मितके सहारे
सखी! तेरे ये स्मितके सहारे
सरयु परीख
Working with victims of domestic violance (AADA),poems like this has been written.
helping hand
sis, I accepted strangers as my own
my heart was full of hopes and dreams
I came trusting the thread of love
I enjoyed the bliss of marriage
He was center of my universe
He was staying in my inner most trust
He was the purpose of my breath
Now miserable cry in my sigh
That tender string broke in the midst
Couldn’t mend it with all the efforts
He cut it with jurks left me sad and helpless
Now all alone, how to fill this emptyness!
Let the tears flow today due to the sudden burn
But my soul lamp is shining with the inner strength
Promise, I will find my lost self respect
With the help of your sweet smile, o’sis
With the help of your sweet smile
———-
2 comments July 30, 2007
ઉપેક્ષા
ઊપેક્ષા —સરયૂ પરીખ
ભૂલેલા કોલ અને ભારી કોઇ ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
પીળા પાન પછી લીલા ના થાય
સહોદર ને સાથી કે નાનેરા બાળ
અંતરનાં આંગણમાં યાદોની જાળ
રુષ્ક શુષ્ક મોસમ જો જાય
પીળાપાન પછી લીલા ન થાય
નાજુક નવબંધન, પીયુની પ્યાસ
વાવેલી વેલને, માળીની આશ
વેલ વ્હાલપની જો એ કરમાય
પીળા પાન પછી લીલા ના થાય
સમય ના સાચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય
—————————–
Saahityasarita of houston
2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.Entry Filed under: કાવ્ય રસાસ્વાદ, સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ
2 Comments Add your own
· 1. વિવેક | February 12th, 2007 at 1:02 pmસુંદર રચના..· 2. ઊર્મિસાગર | February 13th, 2007 at 1:42 amVery nice poem…. congrats Saryuben!·
1 comment July 15, 2007
રેડવુડ ફોરેસ્ટ-Redwood Forest-California
રેડવુડ ફોરેસ્ટ
આજે જોયાં કુદરત ખોળે મહાભવ્ય મહીધાર
અદભૂત અજબ અનેરુ સર્જન અજોડ સર્જનહાર
ક્યાંથી આરસપાણા લાવ્યા ક્યાંથી આ મીનાર!
ક્યાંનુ સુંદર કોતર કામણ ક્યાંના આ ચીનાર!
અહો રે, આ તો કુદરત કર્તા, કલાકાર છે ઇશ
ગગન ચૂમતા પહાડો ફૂલો વૃક્ષો ચારે દિશ
મન ચિતવનમાં શાંતિ પામું ઘેઘુર ઘન વનરાય
વિશાલ મધુવન માધવમંદિર સુંદર દર્શન થાય
પથ્થર લાવી બાંધે એવા મંદિરનુ શું કામ?
આરસ પથ્થર મોટું મંદિર કકળે મંહી ભગવન
જુઓજુઓ અવનિની કોરે મંગલ નીલમ નગીન
પળપળના પલકારે છાંટે નવ રંગો રંગીન
more than 2400 years old Redwood tree,a car passes through.
Add comment July 11, 2007
જીવનનો હેતુ
painting by Dilip Parikh
જીવનનો હેતુ
શું મારા લખવાથી કવિતાને ફેર પડશે?
શું મારા જોવાથી ફૂલોને ફેર પડશે?
શું મારા સુણવાથી સૂરોને ફેર પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?
તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને કોણ મને ખેંચે છે અંતર અંધારે!
ને કોણ મને બોલાવે શાંતિના સૂરે!
ને કોણ મને બહેકાવે ભીની સુગંધે!
હું જ એક સૂક્ષ્મ અંશ પ્રકૃત્તિ ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો રસથાળ ધરવાની
Add comment July 10, 2007
અંતરશત્રુ
અંતરશત્રુ
જે સમયે આવે અશાંતિ ને ક્રોધ
હર સમય માનુ કોઇ નાખે અવરોધ
સંકુચિત દ્રષ્ટિ શબ્દ-કાંટાની વાડ
વિચલિતનેવ્યાકુળ વટ કરતાં લઢ્વાડ
મારા સ્વજનસંગી અનેક વિધ રિજવે
તૃષ્ણ મન પળભરમાં અકારણ પજવે
આ ખેંચ્યુ તે માગ્યું દીધું ને લીધું
અંતે અમી અંતર હતુ એટલુ જ પીધું
સંતની જો શાંતિ ને કરી લે વિચાર
મહીં છુપ્યા શત્રુઓ જ આવતા બહાર
બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ
મારી મનઃસૃષ્ટિની સર્જક હું એક
—————————
painting by Dilip Parikh
Add comment July 10, 2007