Archive for October, 2007

માનવ કઠપુતળી

 માનવ કઠપુતળી

રસમાં  તરબોળ હું તો જોતી’તી ખેલ
પ્યારા  એ  પાત્રો   છે  દુખમાં   ડુબેલ

 સજ્જનને સારા ત્યાં સહેતા’તા વેદના
લીન  એ નાટકમાં   દિલમાં   સંવેદના

વાર્તા બદલાઈ અને બદલ્યો છે દાવ
સમજીને    કરતા’તા   દુખનો    દેખાવ

મારા   આ  જીવનના  પરદાના  ખેલ
નીત  નવા  પાત્રો  ને પત્તાનો મહેલ

આવી’તી   મંચ   પર   ઈશ્વરની   મ્હેર
સામાન્ય   પાત્ર   તોય   વર્તુ    મદભેર

જ્ઞાનીને   યાદ   રહે  મોહનની  લીલા
માનવ   કઠપુતળી   ને  પાત્રો  રંગીલા

———–

   Director

Engrossed in watching a wonderful play
Saw suffering heroes in miserable way

Getting involved I was feeling so bad
Forgetting that they pretend to be sad

Then I realize they are only actors
All they can do is obey directors

Stage of my life, the play goes on
I am here on for a specific role

The Director up there has conundrum goal
But, I glide on the stage and forget my call

Wise ones know we are here to pretend
misery and joy are temporal bend

———

Add comment October 20, 2007


Top Posts

Top Clicks

Recent Comments

B. M. Parmar on સમજાવું
Vinod Patel on સમજાવું
joyce on સંબંધો
મયુરકુમાર on ગુજરાતી બ્લોગ જગત
હરનિશ જાની on A Mother Says

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked