અનુકંપાના આંસુ
November 11, 2007

મીઠા મોંઘેરા ઓ બાળ, તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ તને કદી ન આવે આંચ
હું યાદ કરું છું આજ આંસુ સાર્યા મા ને કાજ
મારા વ્હાલા નાની નહોતા મારી લેવાને સંભાળ
મારું વચન તુજને આપુ,રહેવું નજીદિક તવ તનમનથી
તારા નયનોમાં હો આંસુ, નાની લુછે ખાસ જતનથી
છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને
અનેક કારણ મળશે તુજને ભીની આંખો નીતરવાને
ભલે રડે તું કો’ને માટે, મારા આશીષ તુજને આપુ
વહેજો નિર્મળ દર્દભરેલા સાંચી અનુકંપાના આંસુ
પ્રેમળ સંવેદનશીલ આંસુ
Entry Filed under: કાવ્યો. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
vijayshah | November 21, 2007 at 4:08 am
છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને
અનેક કારણ મળશે તુજને ભીની આંખો નીતરવાને
ભલે રડે તું કો’ને માટે, મારા આશીષ તુજને આપુ
વહેજો નિર્મળ દર્દભરેલા સાંચી અનુકંપાના આંસુ
વાહ! નાના અને નાની નામના નાના છે પણ વાસ્તવમાં ઘણા મોટા છે!
અભિનંદન્