Archive for January, 2008

અપેક્ષા-એક ડગલું આગળ

 અપેક્ષા  સુશીલા   સુમતિ   સંતોષ
 ચાર    સાહેલીમાં   એક   મતદોષ
 આગવી  અપેક્ષાની  જીદ   હરદમ
 ”આગળ  હું  ચાલીશ   એક કદમ”—

 સુમતિ  સુશીલાનો  સીધો   સહકાર
 સુખી   સંતોષીનો   મીઠોં    આચાર
 આશા ત્યાં આવી ને  લાવી  વિચાર
 ”ક્યાં છે મેં ઇચ્છેલું,છે કંઇ દરકાર?”—

 સર્વેશું  ન્યોચ્છાવર,  કાળજાની   કોર
પણ, નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
સુજ્ઞા    સંતોષીનું    ચાલ્યુ     ના    જોર
 મતલબી    અપેક્ષા    દોડી   છે   મૉર —

વર્તુળ  વિવેકથી   જો  વાર્યા  ચિતચોર 
સરખી   સાહેલીની  દોસ્તી   કંઈ   ઓર

1 comment January 29, 2008

ચંદ્રમા

P337

ચંદ્રમા

ઊંચેરી ટેકરી   ને   ઊંચો   આવાસ
પાછલી  પરોઢનો   નિર્મળ   ઉજાસ
આછેરી   ઊંઘમાં   મંજુલ    આભાસ
       ટહુકો હું સાંભળુ,   જાગ્યો ‘બિશ્વાસ’—-

ઉમંગે  ઉઠી   આવી  હું   લેવાને બાળ
ચકિત બની  ચંદ્રમાને  જોઇને બહાર
 નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
       મસ્તાની  ચાંદની   મોહે    મન બહાર—-

લાગણીની   લહેરો   દિલમાં લહેરાય
દૂર   દેશ    દેવા   સંદેશ    ઉડી    જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
      અર્પે   છે મધુરી   અમ જીવનની  યાદ—-

Add comment January 18, 2008

દિવાળીનો મર્મ

  દિવાળીનો મર્મ
   અગ્યારસઃ   
              અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન
  
   બારસઃ    
              વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
              દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન
 
   ધનતેરસ
              ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન
 
   ચૌદશ
              કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
  
   દિવાળી
              દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
              અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન
                     
                       સરયૂ પરીખ

                        ૨૦૦૮

Add comment January 11, 2008


Top Posts

Top Clicks

Recent Comments

Devang Vibhakar on Must have—
અમિત પિસાવાડિયા on બોલ સખી
pravinash1 on દિવાળીનો મર્મ
pravinash1 on Realize
amit pisavadiya on દિવાળીનો મર્મ

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked