ચંદ્રમા
January 18, 2008

ચંદ્રમા
ઊંચેરી ટેકરી ને ઊંચો આવાસ
પાછલી પરોઢનો નિર્મળ ઉજાસ
આછેરી ઊંઘમાં મંજુલ આભાસ
ટહુકો હું સાંભળુ, જાગ્યો ‘બિશ્વાસ’—-
ઉમંગે ઉઠી આવી હું લેવાને બાળ
ચકિત બની ચંદ્રમાને જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
મસ્તાની ચાંદની મોહે મન બહાર—-
લાગણીની લહેરો દિલમાં લહેરાય
દૂર દેશ દેવા સંદેશ ઉડી જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
અર્પે છે મધુરી અમ જીવનની યાદ—-
Entry Filed under: કાવ્યો. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed