Archive for March, 2008
માનભાઈ – શિશુવિહાર – ભાવનગર
મુરબ્બી ભાઈ
મુ.માનભાઈનો નિકટનો પરિચય ૧૯૬૮ માં થયો પણ એ પહેલા મારાં મનમાં એક પ્રસંગ પ્રેમપૂર્વક સંચવાયેલો હતો. હું બારેક વર્ષની હતી, એ સમયે શિશુવિહારનાં મંચ ઊપર બીજાં કવિઓ સાથે મારાં બા, ભાગીરથી મહેતાનું, તીલક કરી અને હાર પહેરાવી બહુ માન કરાવાયુ હતું. એવું પહેલા કે પછી મેં ક્યાંય કવિઓને આ રીતે માન અપાતા જોયું નથી. એ અનન્ય પ્રસંગ મારા ભોળા મન પર મીઠી છાપ મૂકી ગયેલ.
મુનિભાઈ અને ઇલાના સગપણ પહેલાની મુલાકાતૉમાં મુ.ભાઈ નિર્લેપ ભાવથી પ્રસન્નતાપૂર્વક બધૉ તાલ જૉયા કરતાં હતાં. કન્યાના પિતા તરીકે પૉતાનુ મહત્વ બતાવવા કૉઈ સવાલ પૂછ્યાનું મને યાદ નથી.એમની નમ્રતાનૉ પરિચય અમારા આખા કુટુંબને ત્યારે થઈ ગયૉ જ્યારે સગપણને દિવસે, આટલાં મોટા પ્રખ્યાત માણસ હોવાં છતાંય, મારા બાપુજીને પગે લાગ્યા. મારા બાપુજી એકદમ ગળગળા થઈ ગયા.
મારાં લગ્ન પ્રસંગે, મુનિભાઈને માનસિક ટેકૉ આપવાં, અમારાં નાનાં ગ્રુપમાં મુ.ભાઈ હાજર હતાં. એક વાત યાદ કરતાં આનંદ થાય છે કે જ્યારે જ્યારે હું અમેરિકાથી ભાવનગર આવતી ત્યારે ત્યારે પહેલી સવારનાં આઠેક વાગ્યાનાં અરસામાં મુ.ભાઈ સાયકલ પર ‘ગંગૉત્રિ’ આવી જ જાય. એ મુલાકાતથી મને ખૂબ ભીનૉ આવકાર મળી રહ્યૉ છે એવી પ્રતીતિ થતી. કોઈક વખત મારા મામા નાથાલાલ દવે અને મુ.ભાઈ એ પહેલી મુલાકાતમાં ભેગા થઈ જતાં ત્યારે ઑર આનંદ થતૉ.પછી પૂજય હીરાબા અને ઇંદાબહેન સાથે આવન જાવન થતી રહે પણ મુ.ભાઈની એ વહેલી સવારની મુલાકાત ખાસ વિશેષ હતી.
મારાં બાને, મુ.માનભાઈ તથા મુ.કાકા અને સર્વે કુટુંબી જનૉએ સ્નેહ અને સન્માન આપ્યાં છે એ યાદ કરતાં ખુશી થાય છે.
સરયૂ મહેતા-પરીખ
ટેક્સાસ,યુસએ
Add comment March 25, 2008
હળવુંફૂલ હૈયું

સ્નેહ સભર ઝરણું ખળખળતું વહ્યું જાય
હળવુંફૂલ હૈયું હરખાતું તર્યું જાય
સરળ મસ્ત મધુ હાસ્ય પળમાં વિલાય
સ્વાર્થ મોહ દ્વેષનો પથ્થર ત્યાં પડ્યો, હાય!
અમી રસ અટક્યો ને ફૂલડાં કરમાય
સંકુચિત વાસનામાં વૈભવ શરમાય
ગહન જ્ઞાન નિદિધ્યાસ ગુરુકૃપા થાય
કપટ ક્લેશ પ્હાણ પૂરા જોશથી ફેંકાય
અમોલ ત્યારે સૃષ્ટિની વૃષ્ટિ વરતાય
હળવુંફૂલ હૈયું માનવનું મલકાય
1 comment March 17, 2008
Generation Gap
નાત તેડાનું નોતરું આવે
જાતાં બીજે ગામ
નાનાં મોટાં સાબદા થઈને
ચાલ્યાં જમવા કાજ
બૈરા બૂઢાં ગાડે બેહે
બીજા હાલે વાટ
હસતાં રમતાં ગાતા જાતાં
અંતર ગાઉ બે ગાઉ
” બાપુ એ તો કેવું લાગે
કોશ ચાલીને જાવ
અમથાં ખાલી જમવા માટે
નવરાઓનુ કામ!”
કાન માંડીને સૂણતી ત્યારે
ચિત વિચિતર વાત
સરળ સાદા ગ્રામજનોની
કામે કસાયેલ જાત
ગાઉ ચાલું છું કરવા કસરત
મ્હાણતી હું કુદરત
સાંભળુ બાપુ હસતાં જાણે
“વાંઝણી આ કસરત!”
ગાઉ=કોશ= ૨ માઈલ
2 comments March 16, 2008