Archive for April, 2008
નિવૃત્તિ નિવાસ
નિવૃત્તિ નિવાસ લે. સરયૂ પરીખ
“આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.
ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.
જ્યારે દીકરો વહુ ઘરડા ઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’ (more…)
3 comments April 28, 2008
JOY
Kethan Ava
JOY
The sparkling joy in baby’s eyes
The jovial smile bound to mesmerize
The convivial grin under twinkly stars
Celebrates seven sweet months so far
The rejoicing beam dazzles and darts
Marvelous mischief steals our hearts
The giggles and laughter catchy and gold
Pure and bright reflection of soul
———————-
The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.Saryu/Bena
બાલ-હાસ્ય
ઝબૂકે નયનોમાં આનંદ નયનતારા
બાળકની આંખૉમાં સ્નેહના ફુવારા
મસ્તીખૉર મૂસ્કાને મુગ્ધ મારૂં મન
ચમકંતા ચક્ષુ તળે ખીલે ચમન
મધુમીઠાં કલરવથી મોહી લીધા દિલ
ખિલખિલાટ હાસ્યે હસાવે ખુશદિલ
સાત માસ આયુ-ફૂલ ખીલ્યું નિશ્ચિંત
શુદ્ધ શુભ આત્માનુ સ્મિત પ્રતિબિંબ
2 comments April 23, 2008
JOY
બાલ-હાસ્ય સરયૂ પરીખ
ઝબૂકે નયનોમાં આનંદ નયનતારા
બાળકની આંખૉમાં સ્નેહના ફુવારા
મસ્તીખૉર મૂસ્કાને મુગ્ધ મારૂં મન
ચમકંતા ચક્ષુ તળે ખીલે ચમન
મધુમીઠાં કલરવથી મોહી લીધા દિલ
ખિલખિલાટ હાસ્યે હસાવે ખુશદિલ
સાત માસ આયુ-ફૂલ ખીલ્યું નિશ્ચિંત
શુદ્ધ શુભ આત્માનુ સ્મિત પ્રતિબિંબ
JOY Saryu Parikh/Bena
The sparkling joy in baby’s eyes
The jovial smile bound to mesmerize
The convivial grin under twinkly stars
Celebrates seven sweet months so far
The rejoicing beam dazzles and darts
Marvelous mischief steals our hearts
The giggles and laughter catchy and gold
Pure and bright reflection of soul
Note: The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.
2 Comments »
-
vijayshah said,
પૌત્ર અને પૌત્રી આપનૌં રહી ગયેલુ સંતાનોનું વહાલ લેવા આવે છે અને જુઓ તો કુદરતની કમાલ દિકરા દિકરી કરતા તેમના વ્યાજને આપણે આપીયે દસ ગણું વહાલ્…
-
pravina Avinash said,
પૌત્ર અને પૌત્રીના સુંદર ફોટા.
RSS feed for comments on this post · TrackBack URI
Leave a Comment
April 21, 2008
એપ્રિલ ફૂલ
પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યૉ
લાવ્યો મજનું ધૉળુ ફૂલ
આંખ નમાવી આજે કહેતૉ
‘માફ કરી દે મારી ભૂલ’
રખડું મુજને રૉજ સતાવે
વાતમાં વાતમાં મને વતાવે
હસતાં રમતાં નેણ નચાવે
ખેંચી લાંબા કેશ રડાવે
હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ
ખડખડ હસતૉં ટીખળી બોલ્યૉ
‘થયું મનાવુ, એપ્રિલ ફૂલ!’
2 comments April 1, 2008

