મલ્હાર
મેહુલા ને અવનીની અવનવી પ્રીત
માદક મંજુલ એની ગોષ્ઠિની રીત—
કળીઓને થાય હવે ખીલું સજીસાજ
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ—
ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ—
કણ કણ માટીને મળી એક એક ધાર
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર—
મીઠો તલસાટ સહે મેહુલાનો માર
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ
મને એમ લાગે તું મારો મેઘ રાજ
સૂનીસૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ
મારો મન મોરલો નાચે થનકાર
જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર
1.
pragnaju | June 22, 2008 at 8:30 pm
સરસ રચના
યાદ આવી
ધન બંસીવટ, ધન જમનાતટ, ધન ધન અવતાર રે;
ધન નરસૈયાની જીભલડીને, જેણે ગાયો રાગ મલ્હાર રે.
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ. વાંચીએ ત્યારે એમ થયા કરે કે આ કવિએ લખ્યું નથી, એમનાથી લખાઈ ગયું છે. જીવનના સમ-વિષમ અનુભવોને અનુભવી છતાંય એને ગાળી-ટાળીને નર્યા આનંદના ઉદ્ગારોનાં કેટલાંક કાવ્યો આલેખ્યાં છે
2.
વિશ્વદીપ બારડ | June 28, 2008 at 1:37 pm
” મલ્હાર” sundar poem.
3.
જુગલકીશોર | July 18, 2008 at 8:12 am
બહુ જ સરળ પણ સરસ ભાષા અને ભાવ છે. વરસાદ સાથે સ;છંકળાયેલી બાબતોને તમે ભાવાત્મક રીતે સુંદર શબ્દોમાં મુકી છે. બીજાં કાવ્યો પણ જોઈ ગયો, મજાનાં છે.
હવે પછીનાં કાવ્યોને તમે સરસ લય કે છંદમાં મુકવા માટે પ્રયત્ન કરજો.
ગોષ્ટી નહીં પણ ગોષ્ઠિ.