Archive for September, 2008
બાંધછોડ

બાંધછોડ
સરોવર છોડીને પ્યારા! ચાલને પર્વત પરે
નવકેતન વસવા હવે જુનુ ઘર છોડવું પડે–
સ્વપ્નને સાકાર કરવા સ્વામિનો સંગાથ હો
માવતરના આંગણાની હુંફને ખોવી પડે–
પાઈને પીવા સખી! અમીના બે ઘુંટ હો
વૈરના ભારી ભરેલા વિષને ધોવા પડે–
સત્યના સાતત્યને આ દંભના દેખાવથી
સાચને સાંચવી જાનમ! જૂઠ તારવવું પડે–
મૃગજળની મોહિનીથી મુક્તિનુ હો ઉડ્ડયન
માંયલી મનજાળને તપ કરી તોડવી પડે-
——————–
” બાંધછોડ “
Move from Lakes of Brightwater to the Hilly Austin
1 comment September 24, 2008
રુક્ષતા
રુક્ષતા
લીલાછમ ખીલેલા બાગમાં
અકારણ વૃક્ષોની શુષ્કતા
એવી સાજણ તારી રુક્ષતા
ખુશખુશાલ વારિના વ્હેણમાં
ધારદાર પથ્થરની તીક્ષ્ણતા
એવી સાજણ તારી રુક્ષતા
પૂર્ણ ચંદ્ર ખીલ્યો આકાશમાં
કાળા વાદળની નિગ્રહતા
એવી સાજણ તારી રુક્ષતા
તીરછી નજરુનાં ઉમંગમાં
કોરા નયનોની નિરપેક્ષતા
એવી સાજણ તારી રુક્ષતા
લંબાતો હાથ સ્નેહ સ્પર્શમાં
સૂનમૂન મુઠ્ઠીની નિશ્ચેષ્ટતા
એવી સાજણ તારી રુક્ષતા
સુખ-અક્ષર જીવતરના પ્રૃષ્ઠમાં
રુસણાંના ચેકચાકની વ્યથા
એવી સાજણ તારી રુક્ષતા
——————————————————————
1 comment September 10, 2008
નિખાલસતા

નિખાલસતા
કર્તા ને ભોક્તાનો વ્યથિત મનભાવ
અહંકાર પ્રેરિત મનવૃત્તિ પ્રતિભાવ
વિચારોના વમળે ચકરાવે ચિત્તનાવ
દીનહીન વાસનાને ડંખે અભાવ
અહંમ ને અપેક્ષા અટકાવે આનંદ
જ્યમ,કંટક હો કંઠમાં, ભોજન બેસ્વાદ
‘ હું ‘ સાંચો સતવાદી વિતંડાવાદ
સ્વાભિમાન નામે વૈર ને વિખવાદ
વિક્રાંતિક વાણીમાં અક્ષર મૂલવાય
શબ્દોના અર્થોમાં પંડિત અટવાય
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય
Add comment September 6, 2008
