મહાભારતના પાત્રો

November 1, 2008

IMG_0413

જીજ્ઞાસુ અર્જુન ગીતાનો   જ્ઞાનપ્યાસમાં    વિચરે

દ્રોણાચાર્ય  હું   બની ફરું     ગત   કર્મોના  સંસ્કારે

 

આ દુર્યોધન  જે  વસે મહીં,    કામ ક્રોધ   આધારે

મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે

 

માયાળુ ને પ્રેમભર્યા એ  ’હું’ કર   ભીષ્મ દુઃસંગ કરે

 સમતા જ્ઞાન   વિવેક છતાંયે  કુરુકાંત આસક્ત રહે

 

પાંચ ચક્રને જાગ્રત કરતી  પાંચાલી વશીકાર બને

કૃષ્ણ એ મારો અંતર આત્મા  નહીં રે મંદિર મંદિરે

 

કુરુક્ષેત્રની   લખી   કહાણી  અનેક    પાત્રો  વાળી

મુનિવ્યાસ તમ વાર્તા  શૈલી  ગહન અતિ મર્માળી

——————————

અર્જુનઃ સાધક.       દ્રોણાચાર્ય: સંસ્કાર.

દુર્યોધનઃ કામના.    ધૃતરાષ્ટ્રઃ મોહાંધ.

ભીષ્મઃ અહંકાર.     પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.

કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર.

મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu

Entry Filed under: કાવ્યો. .

1 Comment Add your own

  • 1. jugalkishor  |  November 28, 2008 at 9:38 am

    કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર –( ગીતામાં કહેલી વાતનું સરસ અર્થઘટન;)

    પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.
    પાંચ ચક્રને જાગ્રત કરતી પાંચાલી વશીકાર બને (સચોટ પંક્તીઓ; અહીં ઉમાશકરની બે પંક્તીઓ યાદ આવે છે –

    પાંચ આંગળી જેવા હતા પાંચ પાંડવ;
    વળી જે મૂક્કી જે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી !)

    આ દુર્યોધન જે વસે મહીં, ( “જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તી” વાળું એનું પ્રસીદ્ધ વાક્ય સૌને કેવું લાગુ પડે એ તે વાત તમારી આ પંક્તીમાં સરસ સ્ફુટીત થાય છે.)

    ધન્યવાદ.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Top Posts

Top Clicks

Recent Comments

B. M. Parmar on સમજાવું
Vinod Patel on સમજાવું
joyce on સંબંધો
મયુરકુમાર on ગુજરાતી બ્લોગ જગત
હરનિશ જાની on A Mother Says

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked