Archive for March, 2009

ઝરમર

 

p118  

ધૂમ્મસની  આછેરી ચાદર,  ત્યાં દૂર સુધી

નીતરતા ટીપાની  ઝાલર,  ત્યાં દૂર સુધી

 વૃક્ષો  નમાવીને  મસ્તક  દે  તાલ  સુધીર

પત્તા  ને  ફૂલોનો   થરથરાટ  છે   અધીર

 

ઉંચેરી    બારીની     કાંગરીની   કોર   પર

નાજુક ને નમણાં  એક ચહેરાની આડ પર

 નીલમસી   આંખોની   કાજળની  કોર  પર

                                 નમતી એ ભીની સી પાંપણની ધાર પર

 

આંસુના આવરણ  ઉતારવાને, ઓ સજન

ઉત્સુક મન  ઉડવાને વ્યાકુળ, ઓરે સજન

 પાંખો   ફફડાવે,   તું  આવે,    ઓરે સજન

અવની ને આભલાનુ ઝરમર  મિલન સજન

————————–

ઓસ્ટીનના નવા ટેકરી પરના ઘરની બારીમાંથી સુંદર દ્રશ્ય જોતા લખાયેલ

 સરયૂ પરીખ                                   માર્ચ ૨૦૦૯

 

 

 

 

1 Comment »

1 comment March 25, 2009


Top Posts

Top Clicks

Recent Comments

BHAGIRATH LASHKARI on પરિચય Intro.
Dr. Mehta, Munibhaai on સંબંધો
Mrs. Bakul Vyaas on સંબંધો
Harnish Jani on સંબંધો
Devang Vibhakar on Must have—

Recent Posts

Archives

Blogroll

Blog Stats

Spam Blocked