ઊન્મત્ત વિચાર, નિર્વિચારમાં નમાવી ને
ડંખતી ફરિયાદ, નીરવ યાદમાં ભુલાવી ને
વસમાં વિરોધને, સુહાણમાં સમાવી ને
અતડા અંગતને, અણજાણ જન બનાવી ને
વાસનાના વટને, જ્ઞાનયજ્ઞમાં હુલાવી ને
દ્વેષભાવ અગ્નિ, શાંત શીતળ બનાવી ને
પ્રેમના વહેણમાં, લઈ સૌને સમાવી ને
નિર્ગુણ અચેતમાં, નવચેતન જગાવી ને
વિષૈલા વમળાટને, વિશ્વાસે વિસારી દઉં
મનુ ષ્ય જન્મ મળીયો,અણમોલો બનાવી દઉં
—————-સરયૂ પરીખ



