ધ્યાન અનુભવ
13 Nov 2011
by SARYU PARIKH
in કાવ્યો

sunrise from our deck
ધ્યાન અનુભવ
ખૂલી આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,
ડૂબકી મારી દૂર જઈ પાછો ફરતો મરજીવો…
એક ક્ષણે એ અણજાણ્યો, અતિથ બનીને આવ્યો,
મારે કાજે, અકળ અનાદિ આજે પરિચય લાવ્યો…
ઑમ મધુરા ગાણામાં એનો યે સૂર પુરાયો,
મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો…
ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,
પાછી પાની પગથી મુકી ક્ષિતિજમાં ખોવાયો…
કાગા નીંદરમાંથી જાગી, રૂંવે રૂંવે ચમકારો,
ક્ષણસ્પંદનનો પુનિત પરોણો પલક ઝલક ઝબકારો.
——-
થોડી પળોનો અનુભવ અને તેનુ મન મહેલમાં ગુંજન રહે એની રજુઆત. ઘણી સાધના પછી કોઈ ચમકારો થાય અને પછી એને સમજવા માટે વાગોળવો પડે. અનુભવને અતિથિનુ ભાવારોપણ કર્યુ છે. સૂર્યોદય ફોટો ઘરની અગાશી પરથી.
Previous મારી રચના રાજકુમારી/ Rachnaa, our princess Next છત્રીની છાંવમાં / Under an Umbrella
Mar 07, 2012 @ 13:49:04
સરસ
Jan 19, 2012 @ 20:43:41
THIS ONE, WHICH IS WITH ALL THAT RHYTHMIC FLOW OF ESSENTIALLY A VERY GOOD POETRY.
SINCERE CONGRATULATIONS.
KIRITBHAI
Nov 17, 2011 @ 14:20:36
એક ક્ષણે એ અણજાણ્યો, અતિથ બનીને આવ્યો,
મારે કાજે, અકળ અનાદિ આજે પરિચય લાવ્યો…
અગમ્યની અનુભુતિ થાય ત્યારે કાઈક આવા શબ્દો સરે -
Nov 16, 2011 @ 01:14:20
ક્ષણસ્પંદનનો પુનિત પરોણો પલક ઝલક ઝબકારો.,………….
Saryuben..Sundar Rachana !
Liked it !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo Chandrapukar Par !