ચતુરા
10 Dec 2011
by SARYU PARIKH
in કાવ્યો
ચતુરા
કોને કહું કે એમને, સમજણ કશી પડતી નથી,
દુન્યવિ આ ગતરમતની, ગતાગમ પડતી નથી.
જાય ત્યાં ત્યાં આપી આવે નવ નવા એ ઉપરણાં,
શું આપવું, ના આપવું, એ ગતાગમ પડતી નથી.
કો’ આવીયા આંગણ ઉભાને, આવકારે દોડતા,
પોતા-પરાયા ભેદની,સમજણ કશી પડતી નથી.
માંગે, વગર માંગે એ બસ, આપે સહુને પ્રેમથી,
ભેગુ કરીને રાખવાની, ગમ કશી પડતી નથી.
ભલાઈ ભોળપ સાદગી, કહે “જેમ છે તે ઠીક છે,”
દેખાવ સારો કેમ કરવો, ગતાગમ પડતી નથી.
જગ નવાજે એમને અતિ માનથી સન્માનથી,
પણ હું ચતુરા જાણુ કે એને સમજ પડતી નથી.
————–
ઉમદા, ઉદાર અને સરળ સજ્જનના, ચતુર પત્નીની મનોદશા.
એક કટાક્ષકાવ્ય.
અહીં નરસિંહ મહેતા જેવા વ્યક્તિ અને દુનિયાદારીને મહત્વ આપતી પત્નીની વાત છે.
Previous છત્રીની છાંવમાં / Under an Umbrella Next A Moment
Dec 24, 2011 @ 23:44:24
એ ભલે માને,મને કશી ગતાગમ પડતી નથી
હ્રદયના ભાવ પ્રદર્શિત કરવાની આદત નથી
દરેકને બોલવાની આદત હોતી નથી.
સ્વાનુભાવથી કહું છું
સુંદર રચના
Dec 13, 2011 @ 16:20:41
Very nice. I think it is common universal complain….
Very few can express in such a wonderful writting….
Happy Holidays and Jai Shri Krushna
Charoo Doctor
Dec 10, 2011 @ 22:44:28
સર્યુબેન,
આ પોસ્ટ એક સુંદર ભાવભર્યું કાવ્ય છે…..આવી જ આપવાની ભાવનાઓ જાગૃત થતા જીવનનો બેડો પાર થઈ જાય છે !..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Your REVISITS to Chandrapukar are appreciated !