અજંપાનો તાગ

અજંપાનો તાગ

સર સર આ  સરતા   સમયની  પરછાંય
સરળ સહજ આરસી પર આવી પથરાય
       ઉરમાં અજંપાનો ભાર
         કેમ આવે અજંપાનો તાગ?

ગુથ્યું  મેં  આવરણ  મદમાતો  અજ્ઞાની
કામ ક્રોધ લોભ મોહ લાદે છે મહામાની
        ઉતારો ફેંકો આ આવરણ
        તો આવે અજંપાનો તાગ

ક્લેશપૂણૅ  કરકામણ દુરાચારી  હિંસાનુ
દ્વેષપૂણૅ દિલ લેતા સાધન આ જીવ્હાનુ
       ભક્તોના ભાવ ના દુભાવો
       તો આવે અજંપાનો તાગ

અંતરને  ઓળખુ  ને  વિદ્યાને  વાગોળુ
ભણી ગણી શાસ્ત્રોને  જીવનમાં ઓગાળુ
    વાંચેલુ આજ જીવી જાણું
               તો આવે અજંપાનો તાગ              
               ——————-  
    
    તાગ=અંદાજ,માપ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s