મુક્તકો

IMG_0307_2

(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી

(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ
વર્ષો પછી,
ગયા ગોવિંદ ગોકુળ છોડી મથુરા માયાનગરી મઈ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈ

(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ
ઇશ્વર માંગે અમે ન દઈએ
સપનાના સોદગર તોયે
સર્વ સમેટી રહીયે
‘મારું મારું’ કરતા કરતા જીવન જીવી જઈએ

(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે, ના અટકે
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના   ચકડોળે  એ  અવળો   થઈ    અટકે
ને   રુદિયાની   ચાદરમાં    ચીટ્ટી  સો   ચટકે

(૫)                  
ચિત્તની ચંચળતા                  
   મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ

  (૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન
   સત્ય શિવમ પ્રણવનુ નૃત્યોમાં દર્શન

(૭)
હે સુજન! ના હારતોરા, એક ફૂલથી પણ ચાલશે
ના ગુણગાન દંભીના, ભીની નજર એક ચાલશે
ગુરુના આશ વચનો ના, આદેશ વચનો ચાલશે
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે

 (8)
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!

(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક એટલુ કહેતા
પણ પરવતનના પરલોકી કેમ ન કાંઇ સમજતા
થાકી હું તો, બહુ સમજાવી પરિચય દેતા દેતા

(10)
કર્મ  કરૂં   અધિકારથી,  નિષ્કામી  કર્મ  ઉમંગ.
તૃપ્ત અખંડ અનંતથી,  નિર્મળ  નરવો  સંગ.

(૧૧)   મૃત્યુ            
સર્વનો  અંત                                                     
બંધ થયેલી કીતાબ
સર્વ તર્કનો અંત
સર્વ  ઈચ્છાઓનો અંત
મૌન  અને  શાંતિ.

(૧૨)          નિદ્રા
   અવળચંડી  ઉંઘ ! કટાણે  ઉડી  જાય,
    વણનોતરી  આવશે,  બોલાવું  નાસી  જાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s