ઉપેક્ષા

         ઊપેક્ષા        —સરયૂ પરીખ                              

ભૂલેલા  કોલ  અને ભારી કોઇ ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
   પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
   પીળા પાન પછી લીલા ના થાય

 

સહોદર  ને  સાથી  કે  નાનેરા બાળ
અંતરનાં  આંગણમાં   યાદોની  જાળ
     રુષ્ક શુષ્ક મોસમ જો જાય
 પીળાપાન પછી લીલા ન થાય

નાજુક  નવબંધન,  પીયુની  પ્યાસ
વાવેલી   વેલને,   માળીની   આશ
   વેલ વ્હાલપની જો એ કરમાય
  પીળા પાન પછી લીલા ના થાય

સમય  ના  સાચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા  હૈયા,  ને  વીતી   ગઇ   વાત
   બળી રાખ હવે ઇંધણ ના થાય

   પીળા પાન હવે લીલા ના થાય

—————————– 

Saahityasarita of houston

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત

બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.
Entry Filed under: કાવ્ય રસાસ્વાદ, સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ

2 Comments Add your own

·        1. વિવેક  |  February 12th, 2007 at 1:02 pmસુંદર રચના..·        2. ઊર્મિસાગર  |  February 13th, 2007 at 1:42 amVery nice poem…. congrats Saryuben!·         

Advertisements

1 ટીકા (+add yours?)

 1. manvant
  જુલાઈ 31, 2007 @ 22:37:21

  પીળાં પાન હવે લીલાં ના થાય ! પહેલાં તો લીલાં જ હતાંને ?
  બધાં કાવ્યો પૈકી આ ખૂબ જ ગમ્યું.બહેન, તમે અભિનંદનનાં અધિકારી
  છો જ ! મારું…”અમે પાનખરમાં બહારો કરી છે” કાવ્ય યાદ આવ્યું.વળી
  …પીળાં પર્ણો કદી નથી થતાં કોઇ કાળે જ લીલાં :
  …ભાંગ્યાં હૈયાં કદી નથી થતાં કોઇ કાળે રસીલાં ! પણ યાદ આવ્યું.
  ખરેખર,મન,મોતી અને કાચ તૂટેલાં ક્યાં સંધાય છે ? તમારી લાગણીમાં
  મારો સૂર પુરાવું છું.અસ્તુ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s