બે પેઢીનુ અંતર
“નાત તેડાનું નોતરું આવે
જાતાં બીજે ગામ,
નાનાં મોટાં સાબદા થઈને
હાલ્યાં જમવા કાજ .
બૈરા બૂઢાં ગાડે બેહે
બીજા હાલે વાટ ,
હસતાં રમતાં ગાતા જાતાં
અંતર ગાઉ બે ગાઉ .”
” બાપુ એતો કેવું લાગે
કોશ ચાલીને જાવ ,
અમથાં ખાલી જમવા માટે
નવરાઓનુ કામ !”
કાન માંડીને સૂણતી ત્યારે
ચિત વિચિતર વાત ,
સરળ સાદા ગ્રામજનોમાં
સૌનો હરખ સાથ .
ગાઉ ચાલુ છું એકલી ,
સૂણું બાપુ તણી ઇબરત!
“જન સમૂહની ખુશી વિના
વાંઝણી આ કસરત”!
————
ગાઉ=કોશ= ૨ માઇલ, ઇબરત= ઠપકો
મે 19, 2022 @ 03:40:27
“જન સમૂહની ખુશી વિના
વાંઝણી આ કસરત”!
એ જીવન કુદરત ના ખોળે રમતું
એ સુવાસ કેમ ભુલાય…
LikeLike
માર્ચ 19, 2008 @ 17:19:38
ગાઉ ચાલું છું કરવા કસરત
મ્હાણતી હું કુદરત
સાંભળુ બાપુ હસતાં જાણે
“વાંઝણી આ કસરત!”
sundar geet(poem).. it’s always gap between two generation..no matter what!!
LikeLike