ઉપેક્ષા

 

ઉપેક્ષા- સરયૂ પરીખ

sukayela-pan.jpg 

ભૂલેલા    કોલ   અને     ભાવોની   ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર    વિના    તરસ્યા   રહી  જાય
પીળા  પાન   પછી    લીલા  ના   થાય

સહોદર  ને  સાથી  કે    નાનેરા    બાળ
અંતરનાં   આંગણમાં  યાદોની    જાળ
રુષ્ક     શુષ્ક    મોસમ     જો          જાય
પીળા  પાન   પછી    લીલા   ન   થાય

નાજુક    નવબંધન,   પીયુની    પ્યાસ
વાવેલી  વેલીને      માળીની       આશ
વેલ   વ્હાલપની    જો     એ     કરમાય
પીળા પાન   પછી    લીલા    ના થાય

સમય ના સાચવ્યો,  ચાલી ગઇ રાત
તુટેલા    હૈયા, ને   વીતી   ગઇ     વાત
બળી   રાખ    હવે    ઇંધણ    ના   થાય
પીળા પાન    હવે    લીલા   ના   થાય

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.

Entry Filed under: સરયૂબેન પરીખ, સભ્યોની રચનાઓ, કાવ્ય રસાસ્વાદ

2 Comments Add your own

Leave a Comment

Logged in as saryu. Logout.

Comment

Advertisements

Comments are closed.