મહાભારતના પાત્રો
જીજ્ઞાસુ અર્જુન ગીતાનો જ્ઞાનપ્યાસમાં વિચરે
દ્રોણાચાર્ય હું બની ફરું ગત કર્મોના સંસ્કારે
આ દુર્યોધન જે વસે મહીં, કામ ક્રોધ આધારે
મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે
માયાળુ ને પ્રેમભર્યા એ ‘હું’ કર ભીષ્મ દુઃસંગ કરે
સમતા જ્ઞાન વિવેક છતાંયે કુરુકાંત આસક્ત રહે
પાંચ ચક્રને જાગ્રત કરતી પાંચાલી વશીકાર બને
કૃષ્ણ એ મારો અંતર આત્મા નહીં રે મંદિર મંદિરે
કુરુક્ષેત્રની લખી કહાણી અનેક પાત્રો વાળી
મુનિવ્યાસ તમ વાર્તા શૈલી ગહન અતિ મર્માળી
——————————
The Bhagavat Gita
Arjun of the Gita, who is gentle and ever curious to learn for the betterment of Self.
Dronacharya is the instilled character based upon our past life experiences.
Duryodhan is the symbol of our desires and resulting anger within us.
Dhrutarashtra, the blind father, is the infatuation which obscures our judgment.
Bhishma, our ego, is kind and loving with discriminative intelligence,
who remains entangled in the ego centered activities.
Panchali is the life force who awakens the spiritual goodness.
Krishna is our soul within, can not be found in temples.
The story of Kurukshetra is the body field.
Muni Vyaas has written a wonderful story of many characters with very deep
and subtle meaning.
અર્જુનઃ સાધકsaadhak. દ્રોણાચાર્ય: સંસ્કાર sanskaar.
દુર્યોધનઃ કામના kaamana. ધૃતરાષ્ટ્રઃ મોહાંધmoh-andh.
ભીષ્મઃ અહંકાર ego. પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની kundalini.
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર sharir kshetra.
મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu
—————
ડીસેમ્બર 27, 2009 @ 17:12:22
Dear Saryuben
Your poems are beautiful. Your thoughts are poured in to ink that paints a blank sheet with a beautય and talent of inner you.
Keep up the good work.
Regards to Dilipbhai
Bakul
LikeLike
નવેમ્બર 28, 2008 @ 09:38:31
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર –( ગીતામાં કહેલી વાતનું સરસ અર્થઘટન;)
પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની.
પાંચ ચક્રને જાગ્રત કરતી પાંચાલી વશીકાર બને (સચોટ પંક્તીઓ; અહીં ઉમાશકરની બે પંક્તીઓ યાદ આવે છે –
પાંચ આંગળી જેવા હતા પાંચ પાંડવ;
વળી જે મૂક્કી જે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી !)
આ દુર્યોધન જે વસે મહીં, ( “જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તી” વાળું એનું પ્રસીદ્ધ વાક્ય સૌને કેવું લાગુ પડે એ તે વાત તમારી આ પંક્તીમાં સરસ સ્ફુટીત થાય છે.)
ધન્યવાદ.
LikeLike