અનુભૂતિ

અનુભૂતિ

કેવો લિસોટો આજ આભમાં?

હળવે જાગેલ દેવ સૂરજના સંચારે
આઘે લસરકો અવકાશમાં
કેવો લિસોટો આજ આભમાં!

સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં
સૂર્યરથ  જલ્દી  વિહારમાં
એનો લિસોટો આજ આભમાં!

અવની અને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં
એનો લિસોટો આજ આભમાં!

સૂર્યોદય લાલી લલનાને લજાવે
રે લપસે કાજળ પલક પાળમાં
એનો લિસોટો આજ આભમાં!

મુકુટધારીની પાસ બેઠાં ગણેશજી
 દોરી હો રેખા પરિહાસમાં
એવો લિસોટો આજ આભમાં!

સરયૂ અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં
એવો લિસોટો આજ આભમાં!
      ———-

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Mrs.Bakul Vyas
  ફેબ્રુવારી 02, 2010 @ 02:52:40

  Dear Saryuben
  Thank you for sharing a beautiful poetry which shows the depth of knowledge.
  This poem has depth and artistic creation. I had to read it few times.
  It is just beautiful like nature.
  Regards
  Bakul

  Like

  જવાબ આપો

 2. Daxesh Contractor
  જાન્યુઆરી 24, 2010 @ 16:46:22

  હળવે જાગેલ દેવ સૂરજના સંચારે
  આઘે લસરકો અવકાશમાં
  કેવો લિસોટો આજ આભમાં!

  અનુભૂતિ તો શબ્દની સરહદથી પર હોય પણ આકાશમાં રચાતા અવનવિન રંગોની રંગોળીને ઈશ્વરના સ્વરૂપ સાથે સાંકળી ખુબ સુંદર રીતે અનુભૂતિ રૂપે નિરૂપી છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s