બરફના ફૂલ

બરફના ફૂલ

હિમના હળવા ખરતા ફૂલ

એ   શ્વેત    સુંવાળા    ચમકે
તરૂવર  આધારે  જઈ અટકે
એના  પળપળ  અશ્રૂ ટપકે
હિમના  હળવા  ખરતા ફૂલ

નીરવ   નિર્મળ   ઉરે  ઉસૂલ
નહીં   રંગે    રંગીલી   ઝૂલ
વળગે  ના  વ્હાલપની  ધૂલ
હિમના હળવા   ખરતા ફૂલ

ગુનગુન ગુંજે ના કોઈ ભમરો
નીરખે   નહિ રે  કામણગારો
નહીં   રે  કરમાવાનો   વારો
હિમના  હળવા  ખરતા  ફૂલ

એને  વીંજણો   ઢોળી  જાવ
એમાં    ફોરમ   ફૂંકી    જાવ
એમાં   ચેતન    રેડી    જાવ
વિસ્મિત  ઠરી  ગયેલા  ફૂલ

વેણું    વસંતની     વાગી  રે
પર્ણે    ઉત્સુકતા     જાગી  રે
ડાળી   ડાળી   હવે   હસી  રે
પુલકિત
સ્મિત  વેરતા  ફૂલ!
————

 

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. sapana
  મે 03, 2010 @ 13:02:18

  સરયૂબેન આ સુપર્બ વિચાર છે..આપને અહી બરફ પડે એટલે આ લાગણી થાય છે. હિમના ફૂલ નામ પણ બિલકુલ યોગ્ય.મજા આવી.
  સપના

  Like

  જવાબ આપો

 2. jagadishchristian
  માર્ચ 14, 2010 @ 02:08:34

  એકદમ સરસ કાવ્ય. હિમવર્ષાથી વાસંતી વાયરા સુધીની સફર માણવાની મઝા આવી. શબ્દોનું લાવણ્ય ગમ્યું.

  Like

  જવાબ આપો

 3. વિવેક ટેલર
  માર્ચ 12, 2010 @ 07:23:56

  સુંદર રચના…

  લય પણ લગભગ સારો થયો છે…

  Like

  જવાબ આપો

 4. પંચમ શુક્લ
  માર્ચ 11, 2010 @ 18:27:00

  સરસ કાવ્ય.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: