ચિત્ત શાંતિ

ચિત્ત  શાંતિ

વાતા વંટોળના  મોઘમ  ઘુમરાવામાં,
એક  એક   પાંદડું  વીણું
        રે  સખી!  એક  એક  પાંદડું  વીણું….
ચિત્તના  ચકરાવામાં, ઝડપી  આ  જાળામાં,
પૃથક  આ  પહેલીઆ  પીછાણું,
         રે  સખી!  પૃથક  આ  પહેલીઆ  પીછાણું….. 

વીત વીતને  વાગોળી  નમ્રતાથી  સમજાવું,
ક્ષમા મંત્ર  મનમાં  મમળાવું,
          રે  સખી!  ક્ષમા  મંત્ર  મનમાં  મમળાવું…..
તારા  કે  મારા કો’   ખરતાં રુહિ  ફૂલોને,
ઓશીકું   આપી   સૂવરાવું,
          રે  સખી!  ઓશીકું  આપી  સૂવરાવું…..

ચિત્તની  ચંચળતા છર, અંતરની  ભાગદોડ,
અચર   તર્પ    કોઠે   પ્રસરાવું,
           રે  સખી!  અચર  તર્પ  કોઠે  પ્રસરાવું,
એક  એક  સપનાની  સંપૂરણ  દીપ શગ,
શાંત  મધુર   લયમાં  વહાવું ,
            રે  સખી!  શાંત  મધુર  લયમાં  વહાવું….
———–
રુહિ=આંખનો ખૂણો,   તર્પ=સંતોષ

http://www.sabrasgujarati.com/822/

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. hemapatel.
  સપ્ટેમ્બર 16, 2010 @ 13:39:53

  In http://www.sabrasgujarati.com aa kavy pratham number pamyu che, aapane bhub khub abhinanadan.
  ghanij khushi thay che.

  Like

  જવાબ આપો

 2. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
  જૂન 22, 2010 @ 17:34:09

  વાતા વંટોળના મોઘમ ઘુમરાવામાં,
  એક એક પાંદડું વીણું
  રે સખી! એક એક પાંદડું વીણું….
  બધી રચના મા અતિ સુક્ષ્મ્ વાતો વણી લીધી છે. અભિનંદન….

  Like

  જવાબ આપો

 3. sapana
  જૂન 21, 2010 @ 03:44:37

  સર્યુબેન..આ કાવ્ય સરસ બન્યુ છે આલાનો ખૂબ ગમી
  ચિત્તની ચંચળતા છર, અંતરની ભાગદોડ,
  અચર તર્પ કોઠે પ્રસરાવું,
  રે સખી! અચર તર્પ કોઠે પ્રસરાવું,
  એક એક સપનાની સંપૂરણ દીપ શગ,
  વાહ સખી ખૂબ સરસ હો!!
  સપના

  Like

  જવાબ આપો

 4. atuljaniagantuk
  જૂન 16, 2010 @ 01:39:36

  ચિત્ત શાંતિ

  વિષય અને વર્ણન બંને સરસ છે.

  પાતંજલ યોગ સૂત્ર માં તો ચિત્તની વૃત્તિ શાંત થવી તેને જ યોગ કહ્યો છે.

  ઘણી વખત અહીં કાવ્યો વાંચુ છુ, આ કાવ્ય વાંચીને પ્રતિભાવ આપ્યા વગર ન રહી શક્યો.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s