બુચના ફૂલ

                                                                                                                                             બુચના ફૂલ

વહેલી  પરોઢ, કોઈ  જાણિતી  મ્હેક,
મારી યાદની પરાગને  જગાડતી;
વર્ષોની  પાર, ઝૂમી  ઓચિંતી  આજ,
અહો! માના આંગણની સુવાસથી!

    પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
ધોળા  રે ફૂલ પીળી  ડાંડલી,
આઘા અતિતમાં  અવરી એક છોકરી
કે  જોઉં મને વેણી પરોવતી!

    ઉષાની ઓઢણીની આછેરી હલચલથી,
ફૂલોની  થાપ  થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી,
ભીંજી પળભરમાં પમરાટથી!

 પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
મહેકાવે  યાદને  સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
સ્પર્શે   સરયૂને   કુમાશથી!
         ————-

Advertisements

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. nabhakashdeep
  જુલાઈ 18, 2010 @ 19:15:33

  પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
  ધોળા રે ફૂલ પીળી ડાંડલી,
  આઘા અતિતમાં અવરી એક છોકરી
  કે જોઉં મને વેણી પરોવતી!

  આપની કવિતાને પોતિકી સુગંધ છે. વિવિધતા અને લયની હથોટી
  એ આપને કુદરતી દેન છે એવું કૃતિઓમાં નીખરી આવે છે.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  નીંદર….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

  જવાબ આપો

 2. Harnish Jani
  જુલાઈ 14, 2010 @ 21:21:40

  બહુ જ લય બધ્ધ વાચન કરવાની મજા આવી-બહુ સુંદર કૃતી-

  પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
  મહેકાવે યાદને સુવાસથી,
  ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
  સ્પર્શે સરયૂને કુમાશથી!
  ————-

  Like

  જવાબ આપો

 3. ઈશ્ક પાલનપુરી
  જુલાઈ 03, 2010 @ 09:24:24

  સરસ લાગણીસભર રચના !ફૂલની આડશે પિયરની યાદોને સરસ ગૂંથી છે અભિનંદન અને શુભેચ્છાઓ !

  Like

  જવાબ આપો

 4. Pancham Shukla
  જુલાઈ 02, 2010 @ 10:16:03

  સુંદર નાજુક રચના.

  Like

  જવાબ આપો

 5. narendrajagtap
  જુલાઈ 02, 2010 @ 02:38:22

  માનનિય સરયુબેન… અતિત સાથેની આપની પ્રિત ગજબ છે… અને આપના કાવ્ય દ્વારા પ્રગટ થતી આપની ઉર્મીઓ વાચાળ છે બધુ જ કહી જાય છે ……….. ખુબ જ સરસ

  Like

  જવાબ આપો

 6. devikadhruva
  જુલાઈ 02, 2010 @ 01:45:01

  very very nice,saryuben.

  Like

  જવાબ આપો

 7. Dr P A Mevada
  જૂન 29, 2010 @ 03:44:10

  Excellently crafted ‘laybandh’ and really touching expressive words. Congrates for such a nice SONG!
  “Saaj’ Mevada

  Like

  જવાબ આપો

 8. atuljaniagantuk
  જૂન 26, 2010 @ 03:53:23

  શ્રી સરયુબહેન,

  આ બુચના ફુલ નામના કાવ્યથી મને મારું બચપણ યાદ આવ્યું. હું સાવ નાનકડો હતો ત્યારે અમારા પ્લોટ મધુવન માં એક બુચનું ઝાડ હતું. તેમાં બહુ ફુલ તો ન થતા પ્ણ રોજ ચાર-પાંચ ફુલો થતા. બુચના ફુલની વિશેષતા તે છે કે તે નાજુક છે અને સાથે સાથે સુગંધી પણ છે. તેની લાંબી દાંડીને લીધે તેની વેણી બનાવીને માથામાં નાખવાથી ચહેરો વધારે સુંદર લાગે છે. આપ તો ભાવનગર રહેલા છો તેથી મને તો આપના પ્રત્યે માતા સમાન આદર થાય છે. આપ ભાવનગર આવો તો જરૂરથી આપના પીયર સમાન મધુવનમાં પધારજો.

  અતુલના પ્રણામ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s