તસ્વીરો

 

તસ્વીરો

સાજા   નરવા   સંબંધોને    તસ્વીરોમાં   બાંધી    દઈને,
સુકાઈ  જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.

નાસી  જાતા બચપણને  આ રંગપત્તીમાં  ઝાલી  લઈને,
અસ્થીર  ક્ષણના  ઓળાઓને   સ્થીર કરી થંભાવી  લ્યો.

વિખરાતા સૌ  કુળ કબીલા, એક  કાચમાં વારી  લઈને,
ક્વચિત મળતું  માન વડીલને, ઝબકારાથી  નોંધી લ્યો.

હસતાં  ને  હેતાળ મહોરાં,  અસલી પર લટકાવી  દઈને,
દીવાલોના દર્પણમાં વળી  ગત  ગામીને    જીવી   લ્યો.

ભલે  વિલાયું સ્પંદન એનું, એ જ છબી છે  માણી લઈને,
યાદોની   ધુમ્મસમાં  ધુંધળા  ચહેરા  ફરી  પિછાણી  લ્યો.

મન   મુરાદ મંજીલ દૂર દેશે, સરવાણી સ્વીકારી  લઈને,
તસ્વીરો  અહીં,   સંગ  મનોરમ,  કૈદ  કરી  સંભાળી   લ્યો.

 —————-

સરયૂ’દી, બહુ સરસ વાત કહી તમે . ચહેરા જે આલ્બમમાં હોય છે તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે. દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે. છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે….કલ્યાણી વ્યાસ.  Pune, India

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Daxesh Contractor
  ઓગસ્ટ 15, 2010 @ 16:47:38

  સાજા નરવા સંબંધોને તસ્વીરોમાં બાંધી દઈને,
  સુકાઈ જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.

  નાસી જાતા બચપણને આ રંગપત્તીમાં ઝાલી લઈને,
  અસ્થીર ક્ષણના ઓળાઓને સ્થીર કરી થંભાવી લ્યો.

  ભલે વિલાયુ સ્પંદન એનું, એ જ છબી છે માણી લઈને,
  યાદોની ધુમ્મસમાં ધુંધળા ચહેરા ફરી પિછાણી લ્યો.

  સુંદર રચના … ઉત્તમ રચના માટે ત્રણ વસ્તુ આવશ્યક – ભાવો (સંવેદન), અભિવ્યક્તિ (શબ્દો) અને બંધારણ (છંદ). પહેલી બંને વસ્તુ આ કૃતિમાં ઝળકે છે. છંદ ઉમેરાય તો ચાર ચાંદ લાગી જાય.

  Like

  જવાબ આપો

 2. Bakul vyas
  જુલાઈ 29, 2010 @ 20:02:19

  Your “Tasvir” poetry is written so beautifully. Wish we get a chance to capture every moment in life. Some day when eyes are weak it replays in mind as live.

  Like

  જવાબ આપો

 3. કલ્યાણી વ્યાસ
  જુલાઈ 27, 2010 @ 14:15:15

  બહુ સરસ વાત કહી તમે . ચહેરા જે આલ્બમમાં હોય છે તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે. દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે. છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે.
  કલ્યાણી વ્યાસ
  Puna, India

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s