ઝાંખો ઉજાસ

ઝાંખો ઉજાસ


બચપણનાં  સાથી  વડછાયા
બની  ગયાં  પડછાયા,
વિસરેલા  એ   દૂર   દેશના
ઓળાઓ    વરતાયા.

સપના   આગળ   ઝૂલતા   વાદળ
પાંખ   પ્રસારી   પવનમાં,
ઊડી   ગયા, નહીં   પાછાં   ફરિયા
અંજળ   પાણી   પીવા.

ગરવા   ગહના  ગાણાં   શીખ્યા
સંગ   અંજુમન    ગાયા,
ગુંજે   આજે   રંજ   રજનીમાં
પકડી  કહે,  ખમી   જા.

અમ   આવાસે   હેત   કોડિયા
મૂક   બની  બુઝેલા,
એ   દૂનિયાના  દીવા ક્વચિત
ઝબૂકે   મૃત્યુ   પહેલા.

જીર   ડાળીના   ફૂલ   સૂકાયા
મસ્તક
પુસ્તક પાને,
કદી   જોઈં   લઉં  પાના ખોલી
હતાં   સાથ   કોઈ   કાળે.

ક્ષિતિજ   નજીક  જઈ   નજર કરું
ઝાંખા   જણને   સંભારું,
આ   જીવનનાં   પ્રભવ    ઉજાસે
વિલીન  થતું   અંધારું .

——
ઉગમસ્થાનથી બહુ દૂર ચાલ્યા ગયા પછી પ્રશ્ન થાય કે આ જીવનકાળમાં જ એ બધા હતાં!

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Dr P A Mevada
  સપ્ટેમ્બર 21, 2010 @ 09:18:46

  સરસ વેદનાના અંશ સાથે પ્રશ્નમયી રચના અનુભવવા મળી.
  “સાજ” મેવાડા

  Like

  જવાબ આપો

 2. Dilip Gajjar
  સપ્ટેમ્બર 11, 2010 @ 18:37:09

  very nice poem ખુબ સુંદર કાવ્ય ..ભૂતકાળની મીઠી યાદોમાં લઇ જાય

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s