પૂર્ણવિરામ

પૂર્ણવિરામ

ધકધક   ધડકે  દિલ,  ઉમટતી  અક્ષરમાં અધીરતા,
ફરતા   પાને    અરે,   અધૂરી    વાર્તાની     ઉત્સુકતા!

પાંખડીઓ   વિખરાય, વળગતી  મૃદુ મંદ લોલુપતા,
સંગ   સમીર સુગંધ   ખીલાવે  કળીઓની  માદકતા!

પ્રથમ   પ્રેમના અણસારે    રે   હસી  ઊઠી આર્જવતા,
અર્ધ ચંદ્ર   સા   અર્ધ    કળાએ   ઓષ્ઠોની    કોમળતા!

કહું કે ના કહું!  વળવળતી આ અકળાવે  વ્યાકુળતા,
કંઠ      કેડીએ     અટવાયેલા     શબ્દોની     વિહ્વળતા!

ટપટપ   ઝરતા આંસુ   ઝાલર, સૂની રાહ   નીરવતા,
આશ    ઝરૂખે    અર્ધ    ખુલેલા     નયનોમાં  આતુરતા!

સર્જનના સરવાણી ફોરાં અગમ નિગમ   ધસમસતા,
મંઝિલ સરોવર વારી  મળતા સ્થિર સ્થગિત તરલતા!

પૂર્ણ   ચન્દ્ર    ને    પૂર્ણ    કર્મનો     પૂર્ણાનંદ      ઝલકતા,
પૂર્ણ    થતા પુસ્તકની   પૂંઠે     કવિની  સૂની રસિકતા!

———-
અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો ઊત્સાહ પછી,
પુસ્તક પુરૂ થતાં થોડો સમય અનુભવાયેલી રૂક્ષતા.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Dr P A Mevada
  નવેમ્બર 05, 2010 @ 06:49:03

  મજાની વિરહભાવાકાંનવાળી રચના. અભિનંદન.
  “સાજ” મેવાડા

  Like

  જવાબ આપો

 2. Pragna Vyas
  ઓક્ટોબર 26, 2010 @ 02:06:56

  ખૂબ સ રસ કાવ્યની આ પંક્તી ઓ
  સર્જનના સરવાણી ફોરાં અગમ નિગમ ધસમસતા,
  મંઝિલ સરોવર વારી મળતા સ્થિર સ્થગિત તરલતા!

  પૂર્ણ ચન્દ્ર ને પૂર્ણ કર્મનો પૂર્ણાનંદ ઝલકતા,
  પૂર્ણ થતા પૂસ્તકની પૂંઠે કવિની સૂની રસિકતા!

  pragna vyas”

  Like

  જવાબ આપો

 3. ડો.મહેશ રાવલ
  ઓક્ટોબર 26, 2010 @ 01:13:54

  વાહ…સરયુબેન,
  સરસ અને ભાવવાહી અભિવ્યતિ થઈ છે સુંદર પ્રતિકોને પણ બહુજ નમણાશથી માવજત મળી અને એની નજાકત સરસ લયબધ્ધ રચના સ્વરૂપે મળી…..ખૂબ-ખૂબ અભિનંદન.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s