યાદ ન કરાવ

painting by Dilip Parikh


યાદ ન કરાવ

નહીં રે કરો મારા કાન્હાની વાત,
દિલના દરવાજેથી વાળી લ્યો વાત,
 આરત અક્ષરની ના એને વિસાત,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

ઉધ્ધવજી આવ્યા ને લઈ ગ્યા અમ પ્રાણ,
હવે એની લગનીના ચાલ્યા લખાણ,
 રહેવા રે દયો હવે એના વખાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

રુકમણી બોલાવે દોડી ગ્યા ક્‍હાન,
હવે એની પ્રીત્યુની ત્રીલોકે જાણ,
આકરી રે સૂણવી એ અપહરણ ક્‍હાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

વાતને વિસારૂં  ઘાવ મ્હાણ રે રૂઝાય,
આંખોની ઓઝલમાં નીર જઈ સૂકાય,
જીવ મારો રહીરહીને કળીયે કપાય,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

એંધાણી આજ લહે ધ્યાન મારૂં બ્‍હાર,
અષાઢી અંબર ઝળુંબે મારે દ્વાર,
‘તારો છું’  કહીને આલિંગે ઘનશ્યામ,
સખી! વ્હાલપ વિભોર સૂણું કાન્હાની વાત.

——

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Dr P A Mevada
  જાન્યુઆરી 08, 2011 @ 10:12:20

  Your Krishna poems are really unique, i liked the most.

  Like

  જવાબ આપો

 2. SARYU PARIKH
  ડીસેમ્બર 01, 2010 @ 03:35:52

  ભાઈશ્રી,
  આપના સુંદર પ્રતિભાવથી આનંદ થયો. તમારા ખજાનામાંથી લખાયેલી પંક્તિઓ ગમી. ધન્યવાદ.-સરયૂ પરીખ

  Like

  જવાબ આપો

 3. pragnaju
  નવેમ્બર 16, 2010 @ 22:08:54

  રાધાની વિરહ વેદના મધુરા લયબધ્ધ ગીતમા ખૂબ સરસ રીતે વ્યક્ત થઈ છે.
  પ્રભુકૃપાને માટે પાત્ર થઈએ ત્યારે આવી વિરહ વેદના મળે પછી તો અહં ચૂર ચૂર થાય
  અને તેની ઝાંખી થાય..
  દેહોજી ભગત યાદ આવ્યા …
  રાત પડ્યે એની આંગળીનું ટેરવું એકતારા ઉપર રમે, એમાંથી અલખને જગાડતા સૂર છૂટે, ગરેડી જેવા ગળામાંથી ઠાકરને ઠપકો દેતાં વેણ વહે …
  ‘મા’રા વાલાને વઢીને,
  કહેજો જી રે
  મથુરાના રાજા થયા છો
  ગોવાળોને ભૂલી ગયા છો.’
  તો આવા સૂર પણ સંભળાય…
  વનવેરાને મારગ વિજન,
  સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
  ગામને આરે હોય બહુજન,
  લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
  માનમાં જવું એકલ વીરા!
  તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s