એક વેંત ઉંચી

                                              ચિત્રઃ દિલીપ પરીખ 

એક વેંત ઉંચી

અસુખ અડકે ના મારે અંતરે
જીવન ઝંઝાળ જાળ જગત રે
ઉડતી રહું એક વેંત ઊંચી કે,
સરતી રેતીની સરત સેર રે

સરખા ઉજાસ મારે આંગણે
નહીં રે પડછાયા મારી પાંપણે
પહેલા આપીને લીધું આપણે
છૉડીને સ્વાર્થ દહર બારણે

વટને વેર્યુ રે ઉભી વાટમાં
માફી લળી મળીહળી વાસમાં
ઈશના અનેક રૂપ રાસમાં
એક એક અંશ એના વંશમાં

ક્ષણ ક્ષણના સ્પંદનો સુગંધમાં
નવલ નવા સર્જન શર બુંદમાં
છો, પહેરી ઓઢી   ફરૂ વૃંદમાં
એકલી  મલપતી મનૉકુંજમાં
——–

સરત=સ્મૃતિ,  દહર=દિલ, શર=પાણી

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Trackback: 2010 in review « ગંગોત્રી
 2. પંચમ શુક્લ
  ડીસેમ્બર 01, 2010 @ 18:25:36

  ઉડતી રહું એક વેંત ઊંચી કે,
  સરતી રેતીની સરત સેર રે

  છો, પહેરી ઓઢી ફરૂ વૃંદમાં
  એકલી મલપતી મનૉકુંજમાં

  સરસ કાવ્ય.

  Like

  જવાબ આપો

 3. Jagadish Christian
  ડીસેમ્બર 01, 2010 @ 17:34:01

  સરખા ઉજાસ મારે આંગણે
  નહીં રે પડછાયા મારી પાંપણે
  પહેલા આપીને લીધું આપણે
  છૉડીને સ્વાર્થ દહર બારણે

  ખૂબ જ સુંદર કવિતા. થોડા નવા શબ્દો પણ જાણવા મળ્યા. આભાર.

  Like

  જવાબ આપો

 4. pragnaju
  ડીસેમ્બર 01, 2010 @ 16:14:11

  સ રસ કાવ્યની આ પંક્તિઓ વધુ ગમી
  વટને વેર્યુ રે ઉભી વાટમાં
  માફી લળી મળીહળી વાસમાં
  ઈશના અનેક રૂપ રાસમાં
  એક એક અંશ એના વંશમાં

  ક્ષણ ક્ષણના સ્પંદનો સુગંધમાં
  નવલ નવા સર્જન શર બુંદમાં
  છો, પહેરી ઓઢી ફરૂ વૃંદમાં
  એકલી મલપતી મનૉકુંજમાં
  સત્યનિષ્ઠા તથા ઉપકારી સ્વભાવ ઇશ્વરશક્તિને બળપૂર્વક પોતાની અંદર વધુ માત્રામાં ખેંચીને ધારણ કરી લે છે. સંપૂર્ણ જડ-ચેતન સૃષ્ટિના નિર્માણ, નિયંત્રણ , સંચાલન અને વ્યવસ્થા કરનારી આધ બીજ શક્તિને ઇશ્વર કહે છે. આ સંપૂર્ણ વિશ્વના કણેકણમાં તે વ્યાપ્ત છે અને સત્યની, વિવેકની તથા કર્ત્તવ્યની જયાં અધિકતા છે ત્યાં ઇશ્વરીય અંશ અધિક છે. જે સ્થાનોમાં અધર્મનો જેટલા અંશમાં સમાવેશ છે, ત્યાં એટલા જ અંશમાં ઇશ્વરની દિવ્ય સત્તા ઓછી હોય છે

  Like

  જવાબ આપો

 5. Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )
  ડીસેમ્બર 01, 2010 @ 07:42:47

  Nice….. beautiful wordings…..
  http://piyuninopamrat.wordpress.com/

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s