પ્રતિકૂળ

પ્રતિકૂળ

અંગત ઉરનાં ઉપવનમાં કો શુષ્ક ગોખરૂ આવે
ફૂલ ગુચ્છમાં શૂલ કંટક થઈ  સંતાપે સતાવે

અઘરાં ને અળગાને બાંધી પ્રેમ સૂતરથી રક્ષા
અતિ અવળાને આપી પ્રભુજી લેતા જબરી પરીક્ષા

આજ લગી દિલ એકએકને સરળ સ્વભાવે ચાહે
ગણિત ગૂંચને  મુકે વિધાત્રી ખાસ આપણી રાહે

અપમાનોના તીર સ્વમાનની આરપાર સોંસરવા
નર્યા નીતરતાં આંસુ ઝરતાં  સ્નેહ ઝરણ ઓસરતા

પાત્ર પાત્રનો  પરિચય  સાચો કરાવતાં નિર્માતા
અનુભવ આરે ઉત્તીર્ણ  થઈને પામી સાંત્વન શાતા

રીસ અબોલા દિવાલ તડથી મંદ સમીર વિહરતા
હળવે હળવે  ફૂલ સુવાસે,  તીર તીક્ષ્ણતા ભૂલતાં

—————-

સંબંધોમાં સૌની સાથે મીઠો મેળ હોય એમાં કોઈ પ્રતિકૂળ અંગત પાઠ ભણાવવા આવી ચડે.
કવિને આશા છે કે સમય સાથે રૂક્ષવ્યક્તિ એની કટુતા, તીક્ષ્ણતા ભૂલશે.

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Dr P A Mevada
    માર્ચ 06, 2011 @ 16:53:18

    કાંટા વગરનું ફૂલ હોઈ શકે ખરું પણ મઝા તો કાંટા વાળા ફૂલમાંજ છે.

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      માર્ચ 06, 2011 @ 22:07:39

      અતિ અવળા સાથે સંબંધ એકે રીતે મઝા નથી લાવતા. જીવનમાં તમારી સહનશક્તિને વધારવામાં અને કસવામાં મદદ કરે છે.
      ખેર, બધા અલગ અલગ ઈશ્વરના સ્વરૂપો છે.-સરયૂ

      Like

      જવાબ આપો

  2. pragnaju
    માર્ચ 04, 2011 @ 13:06:10

    ગુલોસે ખાર બહેતર કી દામન થામ લેતે હૈ!

    Like

    જવાબ આપો

Leave a comment