જાણી ન જાય

જાણી ન જાય

મને સૌ જાણે પણ  કોઈ  મને  જાણી  ન જાય,
વરદ વાણીના  વખાણ, ભાવ જાણી  ન જાય,

જૂઠાની     જાનમાં    નાચગાન         થાય,
પછવાડે     લેણ દેણ     માવતર     મૂંઝાય.
રૂપાળુ        અંગરખું        મોભે        હરખાય,

ફાટેલી      ફેંટ     રખે     બ્હાર    ન    કળાય.

 ઘોડે      અસવાર    એના     તાણેલા    તાસ
કાયર   છે   કંથ    કોઈ  ઓળખી   ન    જાય.
ચમક  દમક    ચૂંદડીઓ    મોંઘી     દેખાય,
મોઘમ   એ  વાત,  મૂલ્ય   જાણી  ન   જાય.

 ત્યાગ     ને   વૈરાગ્યના    પૂસ્તક    વેચાય,
ભગવા   એ    ભેખમાં      સ્વામિ      પૂજાય.
કાંચન    કામિની     જ્યાં    મધરાતે   જાય,
દીવો     બુજાય     કોઈ      જાણી    ન   જાય.

સુંદર   આ  આંગણ   ને    ચોખ્ખી   પરસાળ,
પાછળની    પોલને      પિછાણી    ન   જાય.
વટ્ટની    વાતુ    ને   વળી     શોભા    દમામ,
મ્હાંયલો   મૂંઝાય    કોઈ   પામી   ન    જાય.
———–


Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. mehul
  સપ્ટેમ્બર 07, 2011 @ 16:43:57

  are aatlo sundar blog hto ne amne ahi bhula padvama bahu var lagi,kharekhar khub mja aavi……..
  મને સૌ જાણે પણ કોઈ મને જાણી ન જાય,
  વરદ વાણીના વખાણ, ભાવ જાણી ન જાય,
  અરે આટલો સુંદર બ્લોગ હતો ને અમને ભુલા પડતા બહુ વાર લાગી, ખરેખર ખુબ મજા આવી…….

  Like

  જવાબ આપો

 2. himanshupatel555
  સપ્ટેમ્બર 06, 2011 @ 15:35:40

  મને સૌ જાણે પણ કોઈ મને જાણી ન જાય
  સુંદર અભિવ્યક્ત્મા મનનિય ભાવ માણ્યા અને ગમ્યા…

  Like

  જવાબ આપો

 3. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'
  સપ્ટેમ્બર 06, 2011 @ 06:14:21

  ખૂબજ સુંદર માર્મિક રજૂઆત સાથે મનનીય ભાવ સાથેની રાચના ….

  ધન્યવાદ..!

  Like

  જવાબ આપો

 4. હરનિશ જાની "સ્પર્શ" અને "જાણી ન જાય" પ્રતિભાવ
  ઓગસ્ટ 27, 2011 @ 12:30:20

  બહુ સરસ–બહુ જ સુંદર ભાવ છે. તેમાં પણ

  ત્યાગ ને વૈરાગ્યના પૂસ્તક વેચાય,
  ભગવા એ ભેખમાં સ્વામિ પૂજાય.
  કાંચન કામિની જ્યાં મધરાતે જાય,
  દીવો બુજાય કોઈ જાણી ન જાય.

  “સ્પર્શ” છેલ્લી બે લાઈનો વાંચીને મુન્શીની નાયિકાઓ યાદ આવી ગઈ.

  ઓષ્ઠોના આહ્‍લાદક સ્પર્શે વિશ્વ વહે અકર્ષ,
  રે સહિયર! સાત રંગના સ્પર્શ.
  શબ્દ સૂરો કર્ણોમાં ગુંજે, સ્પંદન ક્રુર કે સહર્ષ,

  બહુ બોલ્ડ ભાવ લાગ્યો– આજકાલ આવું લખાતું નથીં. કોલેજના દિવસો યાદ કરાવી દીધા.
  શ્રુંગાર ગમ્યો. જગત પિતા– ઉમેરી ભકતિ રસ જમાવ્યો–
  હરનિશ જાની..

  Like

  જવાબ આપો

 5. Trackback: જાણી ન જાય | | GujaratiLinks.comGujaratiLinks.com
 6. kalyaani vyas
  ઓગસ્ટ 24, 2011 @ 07:25:14

  ખુબ સરસ .મને સૌ જાણે પણ કોઈ મને જાણી ન જાય, વાહ!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s