ધ્યાન અનુભવ

sunrise from our deck

ધ્યાન અનુભવ

    ખૂલી  આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,
ડૂબકી મારી  દૂર જઈ  પાછો  ફરતો મરજીવો.

     એક  ક્ષણે  એ અણધાર્યો  અતિથ બનીને આવ્યો,
મારે કાજે અકળ અનાદિ એવો પરિચય લાવ્યો.

    ઓમ મધુરાં  ગાણાંમાં  એનો  યે  સૂર  પુરાયો,
મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો.

    ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,
પાછી પાની પગથી  મૂકી  ક્ષિતિજમાં  ખોવાયો.

    કાગા  નીંદરમાંથી   જાગી, રૂંવે   રૂંવે  ચમકારો,
તેજોર્મિનો પુનિત પરોણો પલકઝલક ઝબકારો.
——
ધ્યાન અનુભવઃ લાંબો સમય ધ્યાનમાં, ઊંડાણમાં, ઘેરા વાતાવરણમાંથી, જાગૃતિની જ્યોતસમો ટમ ટમતો દીવોદેખાય. એ બે વચ્ચે મરજીવા જેવી અવસ્થા. થોડી પળોનો અનુભવ અને તેનું મન મહેલમાં ગુંજન રહે એની રજુઆત. ઘણી સાધના પછી કોઈ ચમકારો થાય અને પછી એને સમજવા માટે વાગોળવો પડે. અનુભવને, અતિથિનુ ભાવારોપણ કર્યું છે.

 

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. લતા હિરાણી
  મે 11, 2018 @ 02:48:34

  દિવ્ય ભાસ્કર & gt; કાવ્યસેતુ & gt; 8 મે 2018. “ધ્યાન અનુભવ” સરયૂ પરીખનાં કાવ્યનું રસ દર્શન.…. લતા હિરાણી

  ભક્તિભાવથી ભીંજાયેલા અનેક પદો મીરાં, ગંગાસતી, તોરલ જેવી સંત કવિઓના મળી આવે છે. એની કક્ષાય જુદી છે. સાદા શબ્દોમાં ભાવસાગરનું અપ્રતિમ ઊંડાણ અને ચેતનાવસ્થાની પરમ ઊંચાઈ એમાં પામી શકાય છે. વર્તમાન સ્ત્રી કવયિત્રીઓમાં પણ ભજન, હરિકાવ્યો જરૂર મળે છે પરંતુ આધ્યાત્મિક અનુભૂતિને વર્ણવતા કાવ્યો કદાચ જૂજ છે અથવા મારા ધ્યાનમાં આવ્યા નથી. સરયૂ પરીખનું આ કાવ્ય એમાં ગણી શકાય.
  ધ્યાનમાં બેસવું એ એક વાત છે અને એ અવસ્થાને ક્ષણ માટે પણ પ્રાપ્ત કરવી, એની અનુભૂતિ થવી એ બહુ વિરલ બાબત છે. ધ્યાનમાં એક ઝબકારાની જેમ જ્યોતનું દર્શન થાય જે પરમ ચૈતન્ય સાથે માનવીની ચેતનાને સાંકળે અને એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થાય એવું આ અવસ્થાને મેળવી ચૂકેલા સંતો કહી ગયા છે/લખી ગયા છે. સ્વામી પરમહંસ કહે છે કે “ૐ એ સર્જક શબ્દ છે. શરીરની શિસ્ત, માનસિક સંયમ અને ૐ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેને ક્રિયાયોગ કહેવામાં આવે છે.” પતંજલિ કહે છે કે “ઈશ્વર એટલે ‘ધ્યાનમાં સંભળાતા ‘ૐ’નો ખરેખરો વિશ્વધ્વનિ”
  આ કાવ્યમાં ધ્યાનમાં થતી અનુભૂતિને વ્યાખ્યાયિત કરવાનો સફળ પ્રયાસ થયો છે. બંધ આંખ સામે એક જ્યોતનું દર્શન થાય અને જાણે મહાસાગરનું મોતી લઈને મરજીવો પાછો આવ્યો હોય, આત્માને એવો અનુભવ થાય એવું એક પળનું ધ્યાન પણ સાર્થક છે.
  ———

  Like

  જવાબ આપો

 2. dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫
  માર્ચ 07, 2012 @ 13:49:04

  સરસ

  Like

  જવાબ આપો

 3. Kiritbhai Parikh
  જાન્યુઆરી 19, 2012 @ 20:43:41

  THIS ONE, WHICH IS WITH ALL THAT RHYTHMIC FLOW OF ESSENTIALLY A VERY GOOD POETRY.

  SINCERE CONGRATULATIONS.
  KIRITBHAI

  Like

  જવાબ આપો

 4. Trackback: » ધ્યાન અનુભવ » GujaratiLinks.com
 5. Atul Jani (Agantuk)
  નવેમ્બર 17, 2011 @ 14:20:36

  એક ક્ષણે એ અણજાણ્યો, અતિથ બનીને આવ્યો,
  મારે કાજે, અકળ અનાદિ આજે પરિચય લાવ્યો…

  અગમ્યની અનુભુતિ થાય ત્યારે કાઈક આવા શબ્દો સરે –

  Like

  જવાબ આપો

 6. chandravadan
  નવેમ્બર 16, 2011 @ 01:14:20

  ક્ષણસ્પંદનનો પુનિત પરોણો પલક ઝલક ઝબકારો.,………….
  Saryuben..Sundar Rachana !
  Liked it !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Chandrapukar Par !

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s