મામા કવિ નાથાલાલ દવે

NOTE:  Send your memoir about Kavi NATHALAL DAVE
namaste.
I am asked to write an article about “My mama, as a kavi.” I have received some kind emails from many.
I request you to spread the word> to write about pujy mama. to saryuparikh@yahoo.com.

Thanks….Saryu 512-712-5170

ભાવનગરની પ્રતિભાઓ: # ૪૩ – નાથાલાલ દવે         લેખીકા: શ્રીમતિ સરયૂ મહેતા-પરીખ

(સપાદિકયનોંધ :  ગુજરાતી  સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની

અસર તળે આવ્યાં અને તેની સીધી અસર તેમના જીવન-કવન પર પડી.તે સમૂદાયમાં ચાર ભાવનગરી કવિજનો  ક્રિષ્નાલાલ શ્રીધરાણી,પ્રેમશંકર ભટ્ટ,પ્રહલાદ પારેખ અને નાથાલાલ દવેનો સમાવેષ થાય.ચારેયનો                                                              જન્મ ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક. આ વર્ષના સપ્ટેંબર માસમાં કવિશ્રીની ૧૦૦મી સંવત્સરી ઉજવાશે.*

નાથાભાઈના કવયિત્રી ભાણી  સરયૂ મહેતા-પરીખ એક કવિજન તેમજ આત્મજન તરીખે કવિશ્રીનું અંહી નીજ જીવન દર્શન રજુ કરે છે
ડો. કનક રાવળ              જુન ૩ ૨૦૧૨

કવિશ્રી નાથાલાલ દવે                                                                                       

જન્મ: જુન 3,૧૯૧૨     મ્રુત્યુઃ  ડિસેંબર, ૧૯૯૩  જન્મ સ્થળઃ    ભુવા
પિતાઃ   વૈદ ભાણજી કાનજી દવે       માતાઃ કસ્તુરબેન     પત્નીઃ નર્મદાબેન

અભ્યાસ: ૧૯૩૪ -બી.એ.; ૧૯૩૬ -એમ.એ.; ૧૯૪૩ – બી. ટી.
વ્યવસાય: શિક્ષણ;  ૧૯૫૬-૧૯૭૦-ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી
નિવૃત્તિ બાદ ભાવનગરમાં મુખ્ય રચનાઓ:
* કવિતા –  કાલિંદી, જાહ્નવી,
અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ,
મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના
વરણી સીમ, હાલો ભેરૂ ગામડે,
મુખવાસ
* વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
* સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
૨૦ કાવ્યસંગ્રહો, ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો  ૧૯૮૨ સુધીમાં.

“મારા મામા, કવિશ્રી નાથાલાલ દવે.                                        સરયૂ મહેતા-પરીખ.

અમારૂ બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારા બા તૈયારી કરતા હોય એ જોવાનો લ્હાવો હતો. એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રધ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકજકની યાદ આવતા હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે.
ખાદીના સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શીબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજુઆત પછી શ્રોતાગણની પ્રશંશા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો. પાઠ્ય પુસ્તકમાં “પિંજરના પંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાના લખેલા ગીતો ગવાયેલા અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગીયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્ય રસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી.”
મારા બા, ભાગીરથી, એક બાલિકા બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મુંજાતા હતા ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતા જે એમને આત્મશ્રધ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે ફરી ભાવનગરની શાળામાં ભણવાનુ શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કુલમાં શિક્ષિકા બન્યા. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતા કે એમના ગુરુ શ્રી વજુભાઈ શાહના જન્મદિવસે બધા એકઠાં થવાના હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે. આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલ, “Be brave.”
એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે.
મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમજ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપુ અને ચશ્મા તૈયાર કરીને રાખ્યા હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય,  એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.
એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું જ્યારે નાના જીવનમામા, જે મુંબઈમાં વકિલ હતા, એમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. મામાનું ઋજુ હ્રદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદાની યાદમાં આળું હતું. પછી બીજી દીકરીનો જન્મ થતાં નામ પ્રિયંમવદા આપેલું, પણ આપણે બધાં એને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ.
ધીરૂભાઈ-પ્રફુલા, નીરૂભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ પણ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.
એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

મામા-મામી             .. સરયૂનાપ્રણામ  “

*BHAVNAGAR: Family members and citizens of Bhavnagar are celebrating the 100th birth anniversary of noted poet and short story writer late Nathalal Dave, who was born on June 3, 1912 in Bhavnagar. According to his son Nirubhai Dave, there are over 36books to his credit.         Nathalal’s first book of poems ‘Kalindi’ was published in 1942. His creations ‘Jhanvi’, ‘Anurag’, ‘Upadrava’, ‘Mukhva’ and ‘Halve Hathe’ are popular even today. Dave’s ‘Jhanvi’ and ‘Upadrava’ won accolades from state government too.

હવામાં આજ

હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી-હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી-હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી-હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ્જાળી-હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી-હવા.

——    કવિ નાથાલાલ દવે

(નાથાલાલ દવે વિષે વધુ માહિતી કે કાવ્યો માટે મારો સંપર્ક, saryuparikh@yahoo.com પર કોઈ પણ કરી શકે છે.)

જીવન – મૃત્યુ

રૂઠતી  પળોને  સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક આકાશે  ઊઠી  છું.
અંજળના આંસુથી  આંખોની  આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી  છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ  બેઠી  છું.

                 ————      સરયૂ પરીખ

www.saryu.wordpress.com

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. Mer Munnabhai Rameshbhai
  ઓગસ્ટ 07, 2022 @ 00:56:38

  નમસ્કાર …બહેન
  વંદન .હું બોટાદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષાનો શિક્ષક છુ અને એકાદ બે દિવસમાં વંદનીય કવિ નાથાલાલ દવેની “મહેનતની મોસમ “કવિતા ધોરણમાં ભણાવવાની હોવાથી એમના પરિચય વિષયક વિસ્તૃત વાતો બાળકોને કહેવાની હોવાથી મારો એવો વિચાર છે આપ સાથે વિડીયો કોલ કરી બાળકો સાથે સંવાદ કરાવું..
  જો આપની અનુમતિ હોય અને અનુકૂળતા હોય તો…
  9924421203 પર કોલ કરી મને જાણ કરશો.
  મેર મુન્નાભાઈ.આર.

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   ઓગસ્ટ 10, 2022 @ 16:55:39

   મુન્નાભાઈ, પ્રતિભાવ અને તમારી ઈમેઈલ માટે આભાર. જવાબ લખ્યો હતો. બ્લોગની મુલાકાત રહેતા લેજો.
   સસ્નેહ, સરયૂ. ઓસ્ટિન, ટેક્સાસ.

   Like

   જવાબ આપો

 2. anil1082003
  ફેબ્રુવારી 19, 2021 @ 19:58:06

  CONGRATULATION FOR CELEBRATE KAVI SHRI NATHALAL DAVE -(MAMA’S) 100TH SAVANTSRY ALSO ENJOYED THEIR KAVYA.

  Liked by 1 person

  જવાબ આપો

 3. Dilip Joshi
  ફેબ્રુવારી 16, 2021 @ 07:28:54

  Namaskar, hu singer ane music composer chhu, mare Sir Nathalal Dave na family no contact karvo chhe to please mane help karso maro number 9979147610 Ahmedabad.

  Liked by 1 person

  જવાબ આપો

 4. mayuri25
  માર્ચ 21, 2017 @ 08:48:24

  nice blog

  Liked by 1 person

  જવાબ આપો

 5. Trackback: નાથાલાલ દવે, Nathalal Dave | ગુજરાતી પ્રતિભા પરિચય
 6. Trackback: નાથાલાલ દવે, Nathalal Dave | ગુજરાતી પ્રતિભા પરિચય
 7. પંચમ શુક્લ
  જુલાઈ 21, 2012 @ 21:16:37

  Thanks for sharing this.
  100મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણમંજૂષા ખોલીને જરા વિશદ રીતે વાત કરો તો કેવું?

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   જુલાઈ 23, 2012 @ 23:06:15

   પંચમભાઈ, વધુ લખવા પ્રયત્ન કરીશ, પણ ઘણી યોજનાઓમાં વ્યસ્ત હોવાથી…
   મારી પાસે નાથાલાલમામાના પુસ્તકો છે, તેમા”અનુરાગ”ના પાછળના કવર પરઃ કાવ્યસંગ્રહ “કાલિંદી” શ્રી ઝવેરચંદ મેઘાણીનો પ્રતિભાવ. “કવિની સાધના સાર્થક બની છે.
   વિમલ વાણીને વહેતી છંદધારા આપણને તરબોળ રાખે છે. માધુર્ય તો કાલિંદીને સભર વર્યુ છે. રસાળ શબ્દોમાં કવિતવ્ય સુંદર કલાદેહ ધારણ કરે છે.”
   રેણ.
   રુદિયાથી રુદિયા તણાં પાકાં થઈ ગ્યા રેણ,
   જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતા નેણ. નાથાલાલ દવે
   સરયૂના નમસ્તે

   Like

   જવાબ આપો

 8. pragnaju
  જુલાઈ 14, 2012 @ 21:07:12

  નયનાભિરામ ઘનશ્યામને બંધ નયનથી માણ્યા
  આનદ આનંદ

  આવા સુંદર બીજા ગીતો પણ મૂકશો અને બને તો તે રચ્યા ત્યારનો કોઇ પૂર્વાપર સંબંધ હોય તો વિગતે લખશો તેમના વિશ્વમા ફેલાયેલા વિદ્યાર્થીઓ તેમના ભાવક રહ્યા છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: