Assurance ભરોસો

 

ભરોસો

સપ્તપદીના સાત પગથીયાં અનેક વચને  જોડે,
આગળ પાછળ ચાલી ચાલી જીવનરાહને મોડે.
પ્રશ્નપ્રભાવિત નયણા મંજુલ વિરહવ્યથામાં બોલે,
“જાઓ દૂર ભલે સાજન પણ દિલમાં તો રહેશો ને?”

સાવ સુંવાળી આંગળીઓ આ પુખ્ત હાથને પકડે,
ક્યાં  લઈ જાશો પૂછી પૂછી એ મહામાતને ઝકડે.
કોમળ ચહેરો ઉપર ઊઠીને ઓષ્ઠપાંદડી ખોલે,
“નાની! જ્યાં ત્યાં જઈએ મારી સાથે તો રહેશો ને?”

વર્ષોના વહેતા વહાણામાં કર્યા કામ સૌ વિસરે,
ઘરડી આયુ, એકલતામાં, સ્થગિત સમય ના નીસરે.
થઈ પારેવા અહીંતહીં ઊડે, ભલે દૂર જઈ વિહરે,
“બેટા! જ્યારે જરૂર પડે તંઈ સાથે તો રહેશો ને?”

સંવેદનશીલ સવાલ પ્રિયના ત્રસ્ત તરંગ જગાડે,
સંગાથે  રહેવું  કે નહીં એ સંજોગો સંચારે.
અશ્રુ ઓજલ નયનોમાં, છે લાચારી સાંચી રે,
જરૂર પડ્યે આવીશ દોડી, આ એક વચન વાંચી લે.

——–

The question is raised at the different stages in the life by different relations.
The loyalty and trust are promised.

Assurance

They started a new life, walking side by side,
Pleasing promises, the moments abide.
Once in a while a suspicious smile,
“Will you stay with me forever or not?”

Her small self wonders, where are we going?
Hand in hand – where will grandma will take me?
The delicate face looks up into my eyes;
“Will you stay with me wherever we go?”

Very old age, dependent upon kin,
The service and care are over, forgotten.
The wrinkled face whispers, worried,
“Will you stay with me or leave?”

I turn, look back, through a haze of tears,
My steps take me far but not forever.
I promise, my love, I shall return,
Please keep the wick fully upturned.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. pragnaju
    ઓગસ્ટ 04, 2012 @ 14:38:39

    ભાવભરી સ રસ અભિવ્યક્તી
    સંવેદનશીલ સવાલ પ્રિયના ત્રસ્ત તરંગ જગાડે,
    સાથે રહેવું કે નહીં એ તો સંજોગો સંચારે.
    અશ્રુ ઓજલ નયનોમાં આ એક વચન વાંચી લે,
    જરૂર પરત આવીશ દોડી તું બાંહોમાં ખેંચી લે.
    સુંદર
    સંત કબીરે પણ આ દોહા મા બતાવ્યું છે…
    जैसी मुख तैं नीकसै, तैसी चालै चाल।
    पारब्रह्म नेड़ा रहै, पल में करै निहाल॥ સાંસારિક જીવનમાં કર્મ અને વ્યવહાર દરમિયાન વ્યક્તિ જે કંઈ પણ બોલો તેની ઉપર કાયમ રહીને જો એવું જ આચરણ અને ચેષ્ટા પણ કરે, તો ભગવાનની અપાર કૃપા તેને ખુશહાલ બનાવી દે છે. મન, વચન, કર્મમાં નિષ્ઠા અને સચ્ચાઈ જ સાંસારિક જીવનમાં કોઈપણ માણસને ઈશ્વરની જેમાં જ શક્તિ, સુખ અને વૈભવ સંપન્ન બનાવી વિશ્વાસ અને સન્માન અપાવે છે.આમા અમારો પણ ભરોસો છે
    વાંધો નહોય તો કલ્યાણી વ્યાસની ઓળખાણ આપશો

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      ઓગસ્ટ 04, 2012 @ 18:34:37

      મને કલ્યાણીનો પરિચય શબ્દસેતુથી થયો અને સહજરીતે મીઠાશથી મને પ્યારા ‘દિદિ’ના સ્નેહસંબોધનથી બાંધી છે. પહેલી વખત મારૂ લખાણ મારા બ્લોગ પર વાંચી ભાવભર્યો ઈમેઈલ મોકલેલ. મૂબઈ-પૂના અને હવે વડોદરાના રહેવાસી, “સબરસગુજરાતી” ઈ-મેગેઝિનના એડીટર, લેખિકા. કલ્યાણીએ જહેમતથી સોએક, કેવળ ગુજરાતી કાવ્યો, “નીતરતી સાંજ” http://www.sabrasgujarati.com પુસ્તક પરિચયમાં મુક્યા છે. I feel honored.
      એણે આપેલ છેલ્લા સમાચાર અહીં મુકું,
      “દિદિ,તમને જાણ કરતા આનંદ થાય છે કે આ જુલાઈના અખંડઆનંદમાં મારી વાર્તા “સાર્થકતા” પ્રસિધ્ધ થઈ. અને તે સાથે જ જુલાઈના “મમતા” મેગેઝિનના અંકમાં મારી “સરપ્રાઈઝ” વાર્તા પણ પ્રગટ થઈ. નેક્સ્ટ મહિનામાં” ફિલીંગ્સ” મેગેઝિનમાં પણ એક નવી વાર્તા પ્રગટ થવાની. સરપ્રાઈઝ વાર્તા હરિફાઈ માટે મોકલી હતી મમતા વાર્તા મેગેઝિન અમેરીકાથી મધુ રાય ચલાવે છે. મે સબરસગુજરાતીની સાઈટ પર આ વાર્તા મુકી છે.
      બસ તમારી જેમ હંમેશા નવું નવું લખતી રહું તેવી જ અપેક્ષા છે. તમે મારા મિત્ર બન્યા અને સાચું કહું તો તે દિવસથી મારામાં લેખન પ્રત્યે ઘણું જોમ આવ્યું છ્તા તમારા જેટલું નિયમીત તો નથી જ લખી શકતી. કોશીશ કરું છું.
      ફરી મળીશું
      સસ્નેહ
      કલ્યાણી.”

      Like

      જવાબ આપો

  2. કલ્યાણી વ્યાસ
    ઓગસ્ટ 04, 2012 @ 13:01:18

    ખુબ સુંદર અભિવ્યક્તિ. આપણું જણ અને આપણા માટે તેની આંકાંક્ષા, સદાય સાથે જ રહીએ તેવી ભાવનાને કોઈવાર બોલીને કે વ્યકત થઈને ભરોસો આપવો પડે છે જે જાણતા હોઈએ કે તે આપણી સાથે જ છે છ્તા આ મન તે સાંભળવા ઈચ્છ્તું હોય છે. સુરેશ દલાલે કહ્યું છે કે પ્રેમ મૂક ના હોય તે માંગે છે સામી વ્યક્તિનો પડધો અને પછી પાડે તે પ્રતિ પડઘો અને તેની જ તો લિજ્જ્ત હોય છે. સસ્નેહ કલ્યાણી

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s