નેહની લહેર

નેહની લહેર

સુતર   આંટીની   સમી  આ   જીંદગાની,
ખેંચું  એક   તાર  વળે   ગુંચળે   વીંટાતી.
મન ઝાલે  એક તાર  સોણી  સમજણથી,
ને  હું  ઢીલ  મુકું   ભલાભાવે  રણજણતી.

નેહના   લહેરિયામાં   જાઉં   રે   તણાતી,
અવળી  ધારા  અદલ  પ્રીત  એ  જણાતી.
પંખીની  પાંખ   સાથ   વાદળી  વણાતી,
વ્હાલપની  ગોદમાં    આપની   ગણાતી.

શાંતિના  સરવરમાં   ઘમઘમતી    ઘુઘરી,
પાંચીકા   પારવી   ને   પગદંડી    ચિતરી.
તાર  તાર   તન્મયતા   કામળી   વણાવી,
એકાંતે  આજ   એની   હુંફંમાં   સમાણી.

    ——–
પ્રીતભર્યા નેહના લહેરિયાની વાત અને એની મીઠી હુંફનો અહેસાસ..
ગહનભાવ; સાધનાના રસ્તે, સમજણ વધે અને અભિમાન ઘટે અને પ્રેમ વધે.
અવળી ધારા=રાધા જેવો, અદલ=સાચા પ્રેમનો અનુભવ.
શાંતચિત્તમાં અનુભૂતિ, રમવાના પાંચીકાનો ઉપયોગ પ્રગતિ માટે કર્યો.
સતત પ્રયત્ન. ……આત્મજ્ઞાન.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. કલ્યાણી વ્યાસ
  ઓગસ્ટ 28, 2012 @ 04:47:27

  સરયૂદિ, હંમેશની જેમ એક સરસ લાગણીઓથી ભરેલી રચના માણવા મળી. શબ્દોનું સંયોજન અને અલંકારોનો ઉપયોગ સુંદર રીતે વણી લીધો છે. “નેહનું લહેરીયું ” મને ખુબ ગમ્યો આ શબ્દ.

  Like

  જવાબ આપો

 2. pragnaju
  ઓગસ્ટ 28, 2012 @ 01:05:09

  અનુભૂતિની સુંદર અભિવ્યક્તી

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   ઓગસ્ટ 28, 2012 @ 01:47:39

   Thanks Pragnaben,
   આ કાવ્ય લખતી વખતે પણ આનંદનો અનુભવ થયો. હુંફાળી કામળી, બહુ મીઠી કલ્પના લાગે છે. સરયૂની સ્નેહયાદ

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s