એક પારેવું યાદ આવે

એક પારેવું યાદ આવે

એક  ડાળીને  ઝૂલે  કેટલાય  પંખીડા, ચૈતરમાં ચહેક્યા વનરાઈમાં.
વાદળના  ફાલમાં   દેખું   સંતાતુ,  મને  એક જ  પારેવું   યાદ આવે.
ઘુઘવતા  સાગરની  લહેરો વચાળે, એક આવી મારા  ઉરને પખાળે,
જોજનની જાળ લે  મોજાની થાપ, મને એક જ લહરીયું યાદ આવે.

દફતર પાટીની સાથ દોડાદોડીને વળી ભઈલાની ગરવી દમદાટી,
પોતીકા પ્યારથી  પસરાવે હાથ, પીઠે  ફરતો  એ  હાથ  યાદ આવે.
સરખી    સહિયરના    સોણા   સંગાથમાં,   સંતાકૂકડીના   શહેરમાં,
અર્ધા એ વેણમાં  સમજી લે  સાનમાં, એવી  સખી  એક યાદ  આવે.

શ્રાવણીના  મેળામાં ટીખળ ને ટોળમાં  નયણાઓ  સપના  સંવારે,
મારા આ ગાલ જરી આજે લજાય મને  એક એ ઈશારો યાદ આવે.
આવકાર  આલિંગન ઘડીના મેળાપ, કળી હસતી ને રડતી વિદાયે,
વીતેલી  વાતના ખુશનમ   ખાલિપામાં  એક અશ્રુબિંદુ  યાદ આવે,

તારા ભરપૂર પેલી  ગંગા આકાશ, એવી યાદો ભરપૂર  ઝિંદગાની,
ખરતા તારા સમી  ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને  ઉજાળે.

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. nilam doshi
  જૂન 01, 2013 @ 02:48:06

  best….liked this song very much

  Like

  જવાબ આપો

 2. pravina
  ઓક્ટોબર 25, 2012 @ 02:17:19

  તારા ભરપૂર પેલી ગંગા આકાશ, એવી યાદો ભરપૂર ઝિંદગાની,
  ખરતા તારા સમી ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને ઉજાળે.

  જો આ સત્ય બને તો જીદગાની આખે આખી પલટાઈ જાય

  નવા કાવ્ય સંગ્રહ બદલ અભિનંદન,જુગતે જોડીની જુઓ કમાલ !

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   ઓક્ટોબર 25, 2012 @ 13:41:16

   પ્રવિણાબહેન, ખરતા તારા સમી કોઈ યાદ ઝબકી જાય એનો આનંદ-આશ્ચર્ય મ્હાણી લખાયેલ રચના,’એક પારેવું યાદ આવે’.
   Book-2 “Smile in Tears આંસુમાં સ્મિત” સત્યકથાઓ અને કાવ્યસંગ્રહ વિષેના અભિનંદન માટે આભાર. સરયૂની સ્નેહયાદ

   Like

   જવાબ આપો

 3. Pravin Shah
  ઓક્ટોબર 22, 2012 @ 15:28:08

  તારા ભરપૂર પેલી ગંગા આકાશ, એવી યાદો ભરપૂર ઝિંદગાની,
  ખરતા તારા સમી ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને ઉજાળે.

  સુંદર મઝાની રચના !

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   ઓક્ટોબર 22, 2012 @ 15:55:41

   દિલીપભાઈ, પ્રજ્ઞાબહેન અને પ્રવિણભાઈ જેવા સાહિત્યજ્ઞ લેખકોના મજાના પ્રતિભાવથી આનંદ. આભાર. સરયૂ

   Like

   જવાબ આપો

 4. pragnaju
  ઓક્ટોબર 18, 2012 @ 01:35:50

  સરસ રચના
  આ પંક્તીઓ ખૂબ ગમી
  શ્રાવણીના મેળામાં ટીખળ ને ટોળમાં નયણાઓ સપના સંવારે,
  મારા આ ગાલ જરી આજે લજાય મને એક એ ઈશારો યાદ આવે.
  આવકાર આલિંગન ઘડીના મેળાપ, કળી હસતી ને રડતી વિદાયે,
  વીતેલી વાતના ખુશનમ ખાલિપામાં એક અશ્રુબિંદુ યાદ આવે,
  યાદ

  ખાલિપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં
  જામ દરદનાં ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત

  મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
  પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત

  Like

  જવાબ આપો

 5. Dilip Gajjar
  ઓક્ટોબર 17, 2012 @ 18:17:10

  તારા ભરપૂર પેલી ગંગા આકાશ, એવી યાદો ભરપૂર ઝિંદગાની,
  ખરતા તારા સમી ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને ઉજાળે.
  સુંદર કાવ્ય સરયુબેન..આપનો સંગ્રહ દિલીપભાઈના પેઈન્ટીગ્સ સાથે થૈ ગયો હશે..

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s