સ્નેહ


સ્નેહ

સ્નેહના વહેણ, કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ વ્હાલમાં, લીલા પીળાનો કોઈ ફર્ક નહીં.

મોહના મીંઢોળ એને બાંધીયા, જાણીને જાન એની જાનમાં,
ટેરવે  ગણેલ  એના  વાયદા, મન મતિ  દિલમાં વિતર્ક નહીં.

સોળે  કળાએ  ખીલનારને, શોભા  શૃંગાર  તણો દર્પ  નહીં,
મંત્રમુગ્ધ   બંધાયે  પાંદડી,   છોને  મધુર   કોઈ  અર્ક   નહીં.

દરિયાદિલ હેતના હીંડોળ પર, હુલાવે   સૌને ગમત  ગેલથી,
સ્નેહ દેણ દાન ને સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.

ક્યાંનો પરિચય, શું છે સગા,  પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં,
વીણાના તાર સાથ ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
________

સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે.
નજીવું પાત્ર મળતા, સહજ, સરલ પ્રેમવર્ષામાં ભીંજવી દે.

 

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Rekha Shukla
  નવેમ્બર 22, 2012 @ 16:47:13

  Dear Saryuben I am overwhelmed with your gesture…that was so nice of you….thank you so much. I like your વેણી no trademark. Mahekto chehro sada tamaro rahe ne akhand saubhagya vati raho tevi shubh ichcha. Rekha Shukla
  મહેકતો ચહેરો સદા તમારો રહે ને અખંડ સૌભાગ્યવતી રહો તેવી શુભેચ્છા. રેખા શુક્લ

  અલ્પ પરિચય પછી, પ્રેમાળ રેખાએ મોકલેલ કાવ્ય પરથી મને “સ્નેહ” લખવાની પ્રેરણા મળી
  જાણીતા અજનબી
  વિચારોની શેરીમાં વહે છે શ્વાસમાં સુગંધ
  વહે સપનાનું આખુ પુષ્પોથી ગામ……
  વસે ત્યાં જાણીતા શબ્દો ને ચિત્રો…
  વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
  ને પરાયા પણ કેમ ના લાગો
  ઓણખાણ શું છે આપણી…??
  જ્યારે તમે ઘેરી નિંદ્રામાં હો છો ….
  તો સપનામાં મારા જાગો છો કેમ તમે?
  વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
  મળી ને આપને દિલ ખુશ થાય
  શું આપણો નાતો…
  શું કામ ખોળું ને પ્રેમ કરું
  શું શું છે તમારું મારામાં ને મારું તમારા માં
  જાણું ના કંઈ નહીં એવું છે શું મહીં અહીં?
  વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
  આંખોએ આંખોની કહી દાસ્તા કે
  વાતોમાં હવે કોઇભીના રહી મજા
  બે કદમ સાથે ચાલી જિંદગી પગલાં કાવ્યના પાડી
  વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
  ——-રેખા શુક્લ ૧૧/૦૭/૨૦૧૨

  Like

  જવાબ આપો

 2. Dinesh O. Shah
  નવેમ્બર 20, 2012 @ 02:27:43

  Saryuben,
  બહુ સરસ છે. બહુ જ સરસ તુલના અને દૃષ્ટાન્ત લીધા છે. અભિનંદન. ડો.દિનેશભાઈ શાહ
  Bahu saras chhe! bahu j saras comparison ane example lidha chhe. Congrats!

  Dineshbhai

  Like

  જવાબ આપો

 3. pragnaju
  નવેમ્બર 18, 2012 @ 17:33:54

  મોહના મીંઢોળ એને બાંધીયા, જાણીને જાન એની જાનમાં,
  ટેરવે ગણેલ એના વાયદા, મન મતિ દિલમાં વિતર્ક નહીં.

  સોળે કળાએ ખીલનારને, શોભા શણગાર તણો દર્પ નહીં,
  મંત્રમુગ્ધ બંધાયે પાંદડી, છોને મધુર કોઈ અર્ક નહીં.
  સુંદર
  યાદ અમારી દિકરી યામિનીની પંક્તીઓ
  સામસામે થાય સિંજારવ મધુર
  એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

  ટેરવામાં તરફડાટો હોય છે
  જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s