તક કે તકલીફ

તક  કે  તકલીફ
ફરી  મળ્યાની તક મળી, તકલીફ નહીં ગણો.
જત  વાત છે  વીત્યાની, વતેસર નહીં  ગણો.

દાવત  અમે  દીધી’તી, આવીને ઊભા આપ,
સ્‍હેજે   કરેલા   પ્યારને,   પર્યાય  નહીં   ગણો.

હૈયે    ધરીને   હામ    લીધો    હાથ    હાથમાં,
ખબર  હતી  આ   હેતને, સગપણ નહીં ગણો.

માનો  તો  ફરી  આજ  સજુ   પ્રેમ  પુષ્પમાળ,
ભૂલમાં  ઝર્યાં   કુસુમને,   ઝખમ  નહીં  ગણો.

સર્યો   એ  હાથ  મખમલી, આભાસ  અન્યનો,
દિલની ભીનાશ  ઝરઝરે, ઝરમર  નહીં  ગણો.

ચાલ્યા   તમે   વિદાર,  અભિનવનાં  રાગમાં,
પલકોનાં  જલ   ચિરાગને,  જલન નહીં ગણો.

                                       ———   વિદાર=તોડીને વહેવું

કિરીટભાઈનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો અને કહ્યું,”પ્રણામ, દિલીપને આપું.”
કહે, “કેમ જલ્દી?” મેં કહ્યુ, “તમને તકલીફ ન પડે.” ભાઈ કહે, “વાત કરવાની તકને તમે તકલીફ કહો છો?”
આ મજાની શબ્દોની રમત, જરા જુદી રીતે, ગઝલમાં ગોઠવાઈ.
comment:
Beautiful !!!
Very Appropriate for the moment

Kiritbhai”

10 ટિપ્પણીઓ (+add yours?)

  1. Dr P A Mevada
    જાન્યુઆરી 25, 2013 @ 13:19:46

    Really very nice. Also story behind it, tells us the real poetic temperament!

    Like

    જવાબ આપો

  2. Kishor Modi
    જાન્યુઆરી 15, 2013 @ 17:28:08

    ખૂબ જ સુંદર ગઝલ..અલેફના કાફિયા અને નવી રદીફમાં કહેવાયેલી આખી ગઝલ સુંદર…મારો મોટો દીકરો Austinમાં છે ત્યાં PHD કરે છે તે સહેજ કુશળ હશો
    કિશોર મોદી

    Like

    જવાબ આપો

  3. Kirtikant Purohit
    જાન્યુઆરી 14, 2013 @ 13:57:54

    માનો તો ફરી આજ સજુ પ્રેમ પુષ્પમાળ,
    ભૂલમાં ઝર્યા કુસુમને, ઝખમ નહીં ગણો.

    Very Nice Rachanaa. Good to know your blog.

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      જાન્યુઆરી 14, 2013 @ 15:12:06

      કિર્તીકાંતભાઈ,
      પ્રતિભાવ બદલ ઘણો આભાર. ‘આસ્વાદ’માં તમારી ગઝલો મ્હાણી છે.

      તેમજ હરનિશભાઈ, પ્રજ્ઞાબહેન, પ્રવિણભાઈ, નરેન્દ્રભાઇ, મુ.જુગલકિશોર અને દિનેશભાઈ સમા સાહિત્યપ્રેમીઓના પ્રોત્સાહન બદલ આનંદ સહ આભાર. સરયૂ

      Like

      જવાબ આપો

  4. હરનિશ જાની
    જાન્યુઆરી 14, 2013 @ 03:25:21

    સરયુજી, આપની આ રચના ગમી. સરળ છતાં માર્મિક. વધુ લખો.
    હરનિશ જાની.

    Like

    જવાબ આપો

  5. pragnaju
    જાન્યુઆરી 13, 2013 @ 15:53:20

    સુંદર રચનાની આ પંક્તીઓ વધુ ગમી

    માનો તો ફરી આજ સજુ પ્રેમ પુષ્પમાળ,
    ભૂલમાં ઝર્યા કુસુમને, ઝખમ નહીં ગણો.

    સર્યો એ હાથ મખમલી, આભાસ અન્યનો,
    દિલની ભીનાશ ઝરઝરે, ઝરમર નહીં ગણો.

    યાદ અપાવી

    આંદ્રે ? ની વાત

    સુખ પ્રાપ્ત કરવાની તક સાંપડી ન હોય એવા લોકો બહુ ઓછા હશે
    અને આ તક જેમણે ઝડપી લીધી હોય તેવા તો એનાથીય ઓછા.

    બાકી
    જીરવીશું, એ અદમ કઈ રીતે ?
    કેટલો પ્યાર કરે છે કોઈ….!

    Like

    જવાબ આપો

  6. દિનેશ દેસાઈ
    જાન્યુઆરી 13, 2013 @ 15:22:52

    Nice Gazal…. Congrats and best Wishes.
    Dinesh Desai.
    Ahmedabad

    Like

    જવાબ આપો

  7. Jugalkishor Vyas
    જાન્યુઆરી 13, 2013 @ 15:10:33

    સરયુબહેન, બહુ મજાની રચના છે….નીરાંતે મમળાવીશ. – જુ.

    Like

    જવાબ આપો

  8. narendrajagtap
    જાન્યુઆરી 13, 2013 @ 09:44:13

    તક કે તકલીફ… ખરેખર બહુ જ સરસ મઝાની રચના…ફાઇન …

    Like

    જવાબ આપો

  9. Pravin Shah
    જાન્યુઆરી 13, 2013 @ 06:21:57

    સરસ !

    Like

    જવાબ આપો

Leave a reply to હરનિશ જાની જવાબ રદ કરો