મારી રાહ જુએ

મારી રાહ જુએ

ઋજુ  રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી  રાહ જુએ  છે.
ચરણ ચાલે ને મન ઊડેં આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.

કેમ બાંધ્યા આ બારણાંઓ બાગમાં?
પવન  પૂછે  સૂસવતો  સંદેહમાં!
હું તો ઓગળી ગઈ ઝાકળ ઝબોળે,
ડાળ ઝૂલે ને પાંખ થરથરાટ કે કોઈ મારી રાહ જુએ છે.

એક  પગલું  ભરું  ને  કુમકુમ  ઝરે,
શ્વાસ મેલું  ને  પાંદડીયું  ફરફરે.
ઊભી  અહીંયાં  કે  સામે  કિનારે!
સમય સોરે ને ઘડી જાય દોડી કે કોઈ મારી રાહ જુએ છે.

સાથ ચાલું ને પોયણી લળી પડે,
હાથ ઝાલું ને આંગળી હસી પડે.
રૂવેં  રૂવેં  આ  ટાઢી  જલન જાગે,
આંખ રોવે ને ગાલ હરખ હેલે કે કોઈ મારી રાહ જુએ છે.
——-

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Kishorbhai Patel
  મે 29, 2014 @ 13:55:39

  સરયૂબેન,

  આપના બ્લોગની ઉડતી મુલાકાત લીધી. આપનો કાવ્યાત્મક પરિચય અનોખો છે. ફરી શાંતિથી આપની રચનાઓ વાંચીશ.

  ઋજુ રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી રાહ જુએ છે.
  ચરણ ચાલે ને મન ઊડેં આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.
  એક પગલું ભરું ને કુમકુમ ઝરે,
  શ્વાસ મેલું ને પાંદડીયું ફરફરે.

  બહુ જ સુંદર પંક્તિઓ છે.

  કિશોર. Shabdsetu – Toront – Canada

  Like

  જવાબ આપો

 2. KIRIT PARIKH
  માર્ચ 19, 2013 @ 02:26:30

  VERY NICE CONNECTIVITY WITH INTERNAL EMOTIONS.
  Kiritbhai Parikh

  Like

  જવાબ આપો

 3. Dilip Gajjar
  ફેબ્રુવારી 26, 2013 @ 22:40:32

  એક પગલું ભરું ને કુમકુમ ઝરે,
  શ્વાસ મેલું ને પાંદડીયું ફરફરે.
  ઊભી અહીંયાં કે સામે કિનારે!
  સમય સોરે ને ઘડી જાય દોડી કે કોઈ મારી રાહ જુએ છે.
  Saryuben, Khub j sunder geet rachyu chhe aape aavu geet to swarbadhdh thai pachhi to or jivant thai jaay ne kanma gunjya kare..

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   ફેબ્રુવારી 27, 2013 @ 00:49:37

   મનને ભીંજાવતો તમારો પ્રતિભાવ મને બહુ ગમ્યો. સ્વરબધ્ધ કરવામાં તમને પસંદ હોય તો જરૂર કરશો. હજી મેં તો એ સ્વરબધ્ધ્ કરાવવા માટે કશી હલચલ નથી કરી. સરયૂ

   Like

   જવાબ આપો

 4. sapana53
  ફેબ્રુવારી 01, 2013 @ 03:07:50

  વાહ સરસ મજાનું ગીત…
  એક પગલું ભરું ને કુમકુમ ઝરે,
  શ્વાસ મેલું ને પાંદડીયું ફરફરે.
  ઊભી અહીંયાં કે સામે કિનારે!

  Like

  જવાબ આપો

 5. Devika Dhruva
  જાન્યુઆરી 31, 2013 @ 23:13:10

  મસ્ત મઝાનું ગીત..

  Like

  જવાબ આપો

 6. pragnaju
  જાન્યુઆરી 31, 2013 @ 16:09:51

  ઋજુ રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી રાહ જુએ છે.
  ચરણ ચાલે ને મન ઊડેં આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.
  ખૂબ સુંદર
  યાદ
  કદમના ફુલો તુજની રાહ જુએ છે,
  જમુનાનો તટ તુજની રાહ જુએ છે,

  ગલીઓમાં બંધ થઈ ઉડતી ધુળો,
  ગોકુળના પથ તુજની રાહ જુએ છે,

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s