ભરોસો

ભરોસો

સપ્તપદીનાં  સાત  પગથિયાં  અનેક  વચને  જોડે,
આગળ  પાછળ  ચાલી ચાલી   જીવન  રાહને  મોડે.
“દૂર ભલે જાઓ  સાજન, પણ  દિલમાં  રહેશો  ને?”
પ્રશ્ન પ્રભાવિત મંજુલ નયણાં વિરહ વ્યથામાં બોલે

વર્ષોનાં  વહેતાં  વહાણામાં  ખર્યું  પાન  સૌ   વિસરે,
થઈ  પારેવા અહીંતહીં  માળે, ભલે  દૂર જઈ  વિચરે,
“બેટા! જ્યારે  જરૂર   પડે તઈં  સાથે  તો રહેશો  ને?”
ઘરડી આયુ, એકલતામાં સ્થગિત  સમય ના નીસરે.

સાવ  સુંવાળી  આંગળીઓ  આ પુખ્ત હાથને  પકડે,
ક્યાં  લઈ  જાશો  પૂછી પૂછી  એ  મહામાતને  ઝકડે.
“નાની! જ્યાં ત્યાં જઈએ,મારી સાથે તો રહેશો ને?”
કોમળ  ચહેરો   ઉપર  ઊઠે  ને  ઓષ્ઠ  પાંદડી  ફરકે,

સંવેદનશીલ  સવાલ   પ્રિયના ત્રસ્ત  તરંગ  જગાડે,
સાથે    રહેવું    કે    ના    રહેવું,     સંજોગો     સંચારે.
“ઓજલ  અશ્રુ   ધારે   તું   રુદિયાની  વાત લખી  લે,
પ્રિય! પરત આવીશ દોડી, આ એક વચન વાંચી લે.”
—–

Assurance

They started a new life, walking side by side,
Pleasing promises, the moments abide.
Once in a while a suspicious smile,
“Will you stay with me forever or not?”

Her small self wonders, where are we going?
Hand in hand – where will grandma will take me?
The delicate face looks up into my eyes;
“Will you stay with me wherever we go?”

Very old age, dependent upon kin,
The service and care are over, forgotten.
The wrinkled face whispers, worried,
“Will you stay with me or leave?”

I turn, look back, through a haze of tears,
My steps take me far but not forever.
I promise, my love, I shall return,
Please keep the wick fully upturned.
——-


2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Daxesh Contractor
  માર્ચ 25, 2013 @ 05:49:07

  સરયૂબેન,

  સંવેદનથી ભરેલી ભાવવાહી રચના …

  Like

  જવાબ આપો

 2. pragnaju
  માર્ચ 10, 2013 @ 15:51:20

  સંવેદનશીલ સવાલ પ્રિયના ત્રસ્ત તરંગ જગાડે,
  સાથે રહેવું કે ના રહેવું, સંજોગો સંચારે.
  “ઓજલ અશ્રુ ધારે તું રુદીયાની વાત લખી લે,
  પ્રિય! પરત આવીશ દોડી, આ એક વચન વાંચી લે.”
  ખૂબ સુંદર

  હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકીને ઊંઘી જાઉં છું. જે શક્તિને ભરોસે વાઘ, ગાય વગેરે બધાં ઊંઘી જાય છે તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘું છું. માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે. આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી જ રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ. જેના ધાર પર મારૂં આ આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિષે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારૂં રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જશે તેમ તેમ મારો વિકાસ થતો જશે. આ તેરમા અધ્યાયમાં આ વાતનો થોડો ક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: