સંતાતુ ઘડપણ

સંતાતું ઘડપણ

મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
પૌત્ર  પૌત્રીના  ચહેરામાં  થઈ  ગુલશન ખીલી સમાયું.
મંત્રમુગ્ધ   પુષ્પો   પાછળ   આ  જર્જર  પાન  સૂકાયું,
બાલ  છબીમાં, વરવું  ઘડપણ, આપ   સજી  ભરમાયું.

બાળપના  એ   નાજુક   પગલાં   દોડ  દોડની  આયુ,
પાપા   પગલી   જલ્દી    દોડે,  રાહે   ના   રહેવાયું,
માન્યું  આવે   ધીમી  ચાલમાં   જર્જર  એ    નરમાયું,
ખ્યાલ નહીં   કે  ઓર   ઝડપથી  આવ્યું  એ  રઘવાયું.

માતામહ   બાળકને    દેખે,  આપ  વદન  અણદેખ્યું,
ફૂલ  ગુલાબી   ચહેરા   દેખી,  મલક  મલક  હરખાયું.
અહો!  અરે!  પણ  શીઘ્ર  ગતિથી   આવીને   વરતાયું,
બચપણ   પાછળ   સંતાતું,  આ ઘડપણ  દોડી આવ્યું.

——-

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. chandravadan
  મે 17, 2013 @ 17:42:33

  બચપણ પાછળ સંતાતું, આ ઘડપણ દોડી આવ્યું
  One Sundar Rachana.
  And the last line The Old Age came hidden behind the Childhood.
  And yes, from the Birth till the “old age” the life’s journey is filled with the Events which are the “past” the days of the “Bachapan” are the glorious ones….One must forget “everything” and try to RE-LIVE the Childhood days in the “OLD AGE”.
  If one can be a child….the old age becomes MORE enjoyabel !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks, Saryuben for your visit/comment on my Blog !

  Like

  જવાબ આપો

 2. Suresh Jani
  મે 07, 2013 @ 02:45:59

  માનનીય સરયૂબેન,
  તમારી કવિતા બહુ જ ગમી ગઈ, એટલે તમારી પરવાનગીની રાહ જોવા ધરપત ના રહી, અને આજના સપ્પરમા ગુજરાત દિને ‘હાસ્ય દરબાર’ પર ૧૦૦૦ + વાચકોના લાભાર્થે પ્રકાશિત કરી દીધી.
  http://dhavalrajgeera.wordpress.com/2013/05/01/old_age/
  હવે પોસ્ટ પબ્લીશીંગ પરવાનગી આપવા વિનંતી…
  – ૭૦ વર્ષનો બાળક
  Suresh Jani

  Like

  જવાબ આપો

 3. Anil Chavda
  મે 03, 2013 @ 13:49:51

  SANTAATU GHADPAN
  kavita khub Saras Thai Chhe Saryuben…

  Thank You
  – ANIL CHAVDA
  http://www.anilchavda.com

  Like

  જવાબ આપો

 4. શ્રી.ભરત પંડ્યા
  મે 01, 2013 @ 12:27:33

  મુ.સરયુબેન.

  આ ઘડપણ કોણે મોકલ્યું એવા વ્રુધ્ધાવસ્થા ના ગીતો તો ઘણા વાંચ્યા છે પણ ગઢપણને ને આવાકારતુ , સ્વીકારતું અને તેમા મજા માણતુ ગીત વાંચી આનંદ થયો. કૈંક અંશે
  તે માટેનો દ્રશ્તિકોણ પણ બદલાયો. એ અવસ્થા એ ન પહોંચ્યા હોત તો આવા વ્હાલા પૌત્ર પૌત્રી ક્યાંથી હોત ?
  આભાર
  ભરત પંડ્યા.

  Like

  જવાબ આપો

 5. ઝાકળના સ્પંદન
  એપ્રિલ 29, 2013 @ 06:43:26

  “બચપણ પાછળ સંતાતું આ ઘડપણ દોડી આવ્યું”માં “સંતાતું” શબ્દ દ્વારા ઘણું કહેવાઈ ગયું. આખા કાવ્યનો મર્મ, આ શબ્દ દ્વારા પ્રગટ થાય છે. ખુબ સરસ રચના.

  Like

  જવાબ આપો

 6. pragnaju
  એપ્રિલ 27, 2013 @ 23:30:50

  સુંદર અભિવ્યક્તી પ્રેરણાદાયી કાવ્ય.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: