હૈયામાં હામ

 

.

 1. હૈયામાં હામ
  સ્નેહના સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીમાં વિલો વિશ્વાસ.
   આજ   મનડાંમાં   હિમાળો  શ્વાસ,  ચહે   દિલડું   હૂંફાળો  ઉશ્વાસ.
  સખી! હૈયું બળે ને હામ ઓગળે.

  કેમ  માપું  મારા  હેતની  તનાળ,  મારા   કોઠાની   હૈયા  વરાળ!
  ભલો  મોર્યો’તો  આંબાનો  કોર, ઝાંય લાગી ગઈ શ્યામળી  કરાળ.

       સખી! હૈયું બળે ને હામ ઓગળે.

  મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ  તાડપને  નીરે  ઝર્યો.

   બંધ  મુઠ્ઠીમાં  બાંધ્યો  પરપોટો,  હાથ  ખોલું  ને તારો બની સર્યો.
  સખી! હૈયું બળે ને હામ ઓગળે.

  ગ્રહણ આવ્યું આવ્યું ને સરી ગયું, ઘડીક આવીને  કાળજ કોરી ગયું.
  કરમ કૂંડળીમાં  કરતું’ગ્યું ભાત, આજ આતમમાં  ઊજળું  પ્રભાત… 
      સખી! હૈયું હેલે ને હામ ઝળહળે. 

  ——

   

  કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન.
  સ્વાર્થી ઈચ્છાઓને તજી,
  ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.
   તનાળ=સાંકળ   કરાળ=ભયજનક

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. sapana
  જૂન 04, 2013 @ 04:35:11

  વાહ ખૂબ સરસ ગીત..
  કેમ માપું મારા હેતની તનાળ, મારા કોઠાની હૈયા વરાળ!
  ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી ગઈ શ્યામળી કરાળ.
  સખી! હૈયું બળે ને હામ ઓગળે.

  Like

  જવાબ આપો

 2. indushah
  જૂન 03, 2013 @ 15:38:26

  સર્યુબેન,
  સુંદર ગીત,૧૫ જુન જરૂર આવશો તમારી નવી કૃતિ સાથે.
  ઇન્દુ અને રમેશ શાહ

  Like

  જવાબ આપો

 3. Pravin Shah
  જૂન 02, 2013 @ 01:24:03

  ગ્રહણ ઘડીક આવીને કાળજુ કોરી ગયું…..
  સુંદર રચના !

  Like

  જવાબ આપો

 4. pravina
  જૂન 01, 2013 @ 20:11:03

  ખૂબ સરસ.

  ગ્રહણ આવ્યું ને સરી ગયું ઘડીક આવીને કાળજુ કોરી ગયું

  જીવનમાં આમજ બને છે. અંતે આતમમાં પ્રભાતનો ઉજાસ રેલાય છે

  હૈયે હેતની હેલી ઉઠે છે..

  Like

  જવાબ આપો

 5. nilam doshi
  જૂન 01, 2013 @ 02:46:05

  vah..nice one..

  Like

  જવાબ આપો

 6. Rajanibhai Shah
  મે 31, 2013 @ 13:45:06

  Saryuben:

  WOW !! This is beautiful. This one, you really used some high level Gujarati words…I had to read it few times to get the real meaning. I am looking forward, when we will to satsang on this poem together,,I will enjoy it more. Thank you for sharing with us.
  Rajani-Asmita

  From DineshbhaiO.Shah,
  Dear Saryuben,
  Your poems are really original thoughts and words! Your richness with words impresses me.
  Many of the words I read for the first time. I am looking forward to the next
  Poetry Festival. Very good poem. With best wishes and regards,
  Dinesh O. Shah

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   મે 31, 2013 @ 13:51:41

   રજનીભાઈ તથા દિનેશભાઈ,
   તમારા પ્રોત્સાહન અને સાહિત્યરસથી, મારો ઉત્સાહ-આનંદ ઓર વધ્યો. ધન્યવાદ.
   સરયૂ

   Like

   જવાબ આપો

 7. pragnaju
  મે 29, 2013 @ 11:35:13

  સુંદર ગીત

  ગ્રહણ આવ્યું આવ્યું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
  કરમ કૂંડળીમાં કરતું ગયું ભાત, આજ આતમમાં ઊજળું પ્રભાત…
  સખી! હૈયું હેલે ને હામ ઝળહળે
  ખૂબ સુંદર
  યાદ
  ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
  …… કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: