ઓળખશે!

ઓળખશે!


વાયદાના   વગડામાં વાવડની   વૃષ્ટિ,
ખીલી  ઊઠી સાંવરિયા શમણાની  સૃષ્ટિ.


હસતી   ને   હારતી,   છે   સંશય  સંદેહ,
વરસોના     વિરહીને   ઓળખશું    કેમ!


યામિની   કહેને,  કેવી  ચાંદ  કેરી ચાલ!
વાદળ   કહે  તું   મને   કેમ  કરું   વ્હાલ!


આંખોની    આશકીમાં   નીલકમલ   રંગ,
હોંઠોની  લાલી  મૃદુલ  પરવાળા    સંગ.


અગર  હું  ન  જાણું,  એ   જાણે   અણસાર,
મુજને  તે   ઓળખશે    ઓઢણીની   પાર.


ઝાકળ   ઝંકાર   સરે    રાગિણી   સુરાગ,
ચંચળ,  ભીની  પરાગ   રોહિણી  સુહાગ.
——

વાવડ=સંદેશો,  પરાગ=પુષ્પરજ,  રોહિણી=ચંદ્રની પત્ની

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. Pravin Shah
  જૂન 22, 2013 @ 14:27:04

  નાજુક ઝાકળ શા સંવેદનોથી મહેકતી સુંદર રચના !
  આંખોની આશકીમાં નીલકમલ રંગ,
  હોંઠોની લાલી મૃદુલ પરવાળા સંગ.
  અગર હું ન જાણું, એ જાણે અણસાર,
  મુજને તે ઓળખશે ઓઢણીની પાર.
  વાહ !
  અભિનંદન !

  Like

  જવાબ આપો

 2. Harish Bhatt
  જૂન 18, 2013 @ 02:36:30

  યાદ કરી મોકલવા/સંભારવા માટે આભાર.

  હંમેશ મુજબ લાગણી ભરપુર કાવ્યો વાંચીને બહુ જ આનંદ થયો.

  સાહિત્ય ક્ષેત્રે સતત સર્જનાત્મકતા અને કલ્પનાશીલતામાં શ્રેષ્ટ કોટિની નિપુણતા તમે પ્રદર્શિત કરી રહેલ છો તે માટે અભિનંદન અને ધન્યવાદ.

  ચોમેર ગુજરાતી ભાષા રસિકોને પણ માણવા મળે તે હેતુએ રવાના કરેલ છે.

  Like

  જવાબ આપો

 3. Kirtikant Purohit
  જૂન 16, 2013 @ 13:02:53

  સરયુબેન, તમારું નામ તો પ્રખ્યાત છે જ પણ તમારા બ્લોગથી પ્રથમવાર પરિચય થયો.તમારી
  કવિતાઓમાં અનેરું કાવ્ય તત્વ ઉપરાંત અનેરી મહેક છે.
  અગર હું ન જાણું, એ જાણે અણસાર,
  મુજને તે ઓળખશે ઓઢણીની પાર.
  વાહ…

  Like

  જવાબ આપો

 4. DR. CHANDRAVADAN MISTRY
  જૂન 12, 2013 @ 19:48:02

  સરયૂ શબ્દો ચુંટે,

  સુંદર રચના બને,

  જે વાંચી, મુજને ગમે,

  એથી, આ પોસ્ટ સાથે પ્રતિભાવ મારો રમે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar!

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   જૂન 12, 2013 @ 21:40:58

   ચંદ્રભાઈ, હિમ્મતભાઈ, પ્રજ્ઞાબહેન તથા દિનેશભાઈ… વાહ! કવિતાનો પ્રતિભાવ કવિતાથી, મજા પડી. આનંદ સાથ આભાર. સસ્નેહ, સરયૂ

   Like

   જવાબ આપો

 5. હિમ્મતલાલ
  જૂન 12, 2013 @ 13:40:38

  બહુ સુંદર ગીત રચના છે મને ઘણી ગમી
  મારી પ્રેમિકા માટે
  નિગાહે નાજ તેરી દેખ મેરા દિલ ઝખ્મી હોતા હૈ
  પિતા હું યાદ કર તુજકો પાણી અકસીર હોતા હૈ

  Like

  જવાબ આપો

 6. pragnaju
  જૂન 12, 2013 @ 13:23:53

  સુંદર રચનાની આ પંક્તીઓ વધુ ગમી

  આંખોની આશકીમાં નીલકમલ રંગ,
  હોંઠોની લાલી મૃદુલ પરવાળા સંગ.

  અગર હું ન જાણું, એ જાણે અણસાર,
  મુજને તે ઓળખશે ઓઢણીની પાર.

  યાદ
  મધુર શયન સપના સિંચતી
  …….રજની નો આ ચાંદ છે !
  સહમી સહમી પણ કાતિલ અણસાર છે.
  નામ પર તારા હજી પણ ધડકી ઊઠે છે દિલ,

  Like

  જવાબ આપો

 7. પ્રા. દિનેશ પાઠક
  જૂન 12, 2013 @ 05:58:33

  વાહ! ઘણું સરસ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: