લગની

લગની


તું  મને  દેખે ના  દેખે, ઓ ઈશ, ઊંચે આકાશે તુજને સજાઉં છું.

તારા ને મારા આ અણદેખ્યા દોરને વીટીં વીંટાળી હરખાઉં છું.


છો તું નોતરાં આપે ના આપે, હું  સુરભી  આંગણિયે લહેરાઉં છું.

ચેતન સૂર  સાજનો મંજુલ  ઝંકાર, સ્પંદન  ઝીલીને   મલકાઉં છું.


શ્રાવણી ઝરમરિયા ઝારે ના ઝારે, હું  ઝીણા ટીપાથી ભીંજાઉં છું.

હૈયાની  હેલમાં  પ્રીત્યુંના નીરમાં,  હેતાળી છલછલ છલકાઉં  છું.


પાછલે  પહોરે તું  આવે ના આવે, ઑમ ટહૂકો કરીને જગાવું છું.

ઉર્જા આગોશમાં, દિલના દરબારમાં, તેજ તણા પુંજને ઝુલાવું છું.


અહં અસ્તિત્વની અજ્ઞાની આરસી પે લગનીની લાલી લગાવું છું.

ઝાકળ  બની  હું, અર્પણ  સમર્પણ, સાદર આ મસ્તક  નમાવું છું.

———

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. chandravadan
  ઓક્ટોબર 06, 2013 @ 23:00:40

  અહં અસ્તિત્વની અજ્ઞાની આરસી પર લગનીની લાલી લગાવું છું.

  ઝાકળ બનીને હું, અર્પણ સમર્પણ, સાદર આ મસ્તક નમાવું છું.

  ———–
  Saryuben,
  Your Rachana is from your heart & the words have the deeper meanings.
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! See you on Chandrapukar !

  Like

  જવાબ આપો

 2. Dr. Munibhai Mehta
  સપ્ટેમ્બર 16, 2013 @ 17:48:34

  Very happy to read.Communion with God is beautiful!!To have Lagani is blessing above all.

  munibhai

  Like

  જવાબ આપો

 3. pravina Avinash
  સપ્ટેમ્બર 11, 2013 @ 10:55:25

  અહં અસ્તિત્વની અજ્ઞાની પાંખડી પર લગનીની લાલી લગાવું છું.

  ઝાકળ બનીને હું, અર્પણ સમર્પણ, સાદર આ મસ્તક નમાવું છું.

  What a wonderful thought.! It has deep meaning.

  Like

  જવાબ આપો

 4. venunad
  સપ્ટેમ્બર 08, 2013 @ 17:29:15

  ઘણા વખતે આપની રચનાઓ માણવા આવ્યો છું.
  આ એક અનન્ય રચના છે જેમાં આપે ખૂબજ સુંદર રીતે ઈશ્વરને આરાધ્યા છે, ખૂબજ ભાવભીની અભિવ્યક્તિ!

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   સપ્ટેમ્બર 08, 2013 @ 18:15:41

   મેવાડાભાઈ, આપના પ્રતિભાવથી આનંદ થયો.
   ‘પરોઢ’ તરફ ધ્યાન દોરવા માટે વિશેષ આભાર. કવિમિત્રોની મદદ હંમેશા આવકારદાયક.
   સરયૂના વંદન

   Like

   જવાબ આપો

 5. sapana53
  સપ્ટેમ્બર 08, 2013 @ 15:54:10

  બહુ સરસ ભાવવાહી ભક્તિગીત…

  Like

  જવાબ આપો

 6. pragnaju
  સપ્ટેમ્બર 07, 2013 @ 18:44:37

  અહં અસ્તિત્વની અજ્ઞાની પાંખડી પર લગનીની લાલી લગાવું છું.
  ઝાકળ બનીને હું, અર્પણ સમર્પણ, સાદર આ મસ્તક નમાવું છું.
  સુંદર
  અહંકારને વિલિન કરવો એ જ અધ્યાત્મશાસ્ત્રનું ધ્યેય છે.
  જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કોઈ ને કોઈ રીતે અધ્યાત્મશાસ્ર
  રચાયા જ કરશે,

  Like

  જવાબ આપો

 7. પ્રા. દિનેશ પાઠક
  સપ્ટેમ્બર 07, 2013 @ 16:12:09

  સુંદર!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: