ચન્દ્ર સૂરજ મિલાપ

Photo

ચન્દ્ર સૂરજ મિલાપ


અંધારી રાતની આડમાં સવાર હતી,

તારલાના તેજની આછી અણસાર હતી,
કેમ ચન્દ્રમા સુવાનું ભૂલી ગયો!

 

કેવી હરિયાળી મૌસમ મહોરી હતી,
મૃદુ ટહુકાથી નિંદર બોલાવતી હતી,
કહીં ગુંજનના દોર પર ઝૂલી ગયો!
 
 અણજાણી આજ એની ચાલ જો હતી.

મંદ ઠંડી હવામાં ભીનાશ તો હતી.

ચાંદ શ્રાવણ બનીને ઝરી ગયો.

 

આંગણમાં નજર એની આંબતી હતી.
સકળ મ્હેક મ્હેક માનિની ચાંદની હતી.

ચંદ્રકોર ચૂમી મોગરો ખીલી ગયો.

 

હવે સમજી કે રાહ એને કોની હતી.

આભ ખોલી ગુલાબી અસવારી હતી.

ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો.

——

Advertisements

1 ટીકા (+add yours?)

  1. pragnaju
    ઓક્ટોબર 13, 2013 @ 00:21:00

    “હવે સમજી કે રાહ એને કોની હતી.
    આભ ખોલી ગુલાબી અસવારી હતી.
    ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો.”
    સુંદર
    આ જીવ ભમરાને જ્ઞાન ભગવાન રૂપ કમળ મળી ગયું, પછી તે દુન્યવી વિષયો તરફ ઉડતો નથી. ચંદ્ર-સૂર્યનો પ્રકાશ જેની આગળ ઝાંખો પડે, તેવા તે પરમાત્માના જ્ઞાન-પ્રકાશના મને દર્શન થયાં.

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s